ઝી મીડિયા/બ્યૂરો :આજે આપણી પાસે ગણતરી કરવા માટે મોબાઈલ હાથવગો છે. નાનામાં નાનું ગણિત કરવા પણ આપણે મોબાઈલમાંના કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ છીએ. ત્યારે તમે જાણો છો કે ક્યારે અને કેવી રીતે આ કેલ્ક્યુલેટરની શોધ થઈ હતી, જે માનવ ઈતિહાસમાં સૌથી મહત્વની શોધ ગણાય છે. તેની શોધનો ઈતિહાસ રસપ્રદ છે.
આજના સમયે કેલ્ક્યુલેટર પાવરથી ચાલે છે. પરંતુ વીજળીના ઉપયોગની શોધ નહોતી થઈ ત્યારે પણ કેટલાક વિજ્ઞાાનીઓએ ગણતરીઓ કરવા માટે સાધનો બનાવેલા અને યાંત્રિક કેલ્ક્યૂલેટરનો પાયો નાંખ્યો હતો. વીજળી વિના ચાલતા આ સાધનોની વાત પણ રસપ્રદ છે. આજે આપણે સેકેન્ડોમાં લાખોના હિસાબ કરી દઈએ છીએ. વિદ્યાર્થી હોય કે પછી વેપારી, નોકરિયાત હોય કે પછી કંપનીનો માલિક, કોઈને કેલક્યુલેટર વગર ચાલી શકે તેમ નથી.
આ પણ વાંચો : રિસર્ચ કરવી પડે તેવી ઘટના : 4 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવી કેનાલ પરથી માંડ માંડ પસાર કરાયા મહાકાય રિએક્ટર
ઈ.સ.1617માં વિશ્વનું પ્રથમ કાર્યક્ષમ કેલ્ક્યૂલેટર જ્હોન નેપિયર નામના વિજ્ઞાનીએ બનાવેલું. લોકો તેને પાગલ સમજતા, પરંતુ તેમણે દુનિયાની સૌથી મહત્વની શોધ કરી છે. તેણે લાકડાના લાંબા ટૂકડા પર વિવિધ આંકડા લખીને એવી ગોઠવણી કરી કે લાકડાને આઘાપાછા કરીને સંખ્યાઓના ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી ઝડપથી કરી શકાતી હતી. આ સાધનને લોગરિધમ કહેતાં. આ સાધનના ઉપયોગ માટે તાલીમ લેવી પડતી. તેના જેવું જ બીજું સાધન લાંબા સળિયા પર ગોળા પરોવેલું એબાકસ હતું. આ બંને શોધના કારણે ગણતરીઓ સરળ બનાવવાની દિશા મળી હતી. વિલ્હેમ શિકોર્ડે નામના જર્મન વિજ્ઞાાનીએ ઈ.સ. 1623 માં ઘડિયાળ જેવું કેલ્ક્યૂલેટર બનાવ્યુ હતું. તેના ચંદાઓ ફેરવીને વિવિધ આંકની ગોઠવણીથી ગણતરી થઈ શક્તી હતી.
ઈ.સ. 1642માં બ્લેઝ પાસ્કલે ૮ આંકડાની રકમના સરવાળા બાદબાકી કરી શકે તેવું યંત્ર બનાવ્યું હતું. તેમાં વિવિધ ચક્રો હતાં. એક ચક્ર ફેરવવાથી તેના પ્રમાણમાં બીજાં ચક્રો ફરે અને તેની ઉપર લખેલા આંકડા તે મુજબ ગોઠવાઈને જવાબ મળે. વિલ્હેમ લીબનિઝે ૧૦ ભૂંગળીવાળું કેલક્યૂલેટર બનાવ્યું. તેને સ્ટેપ રેકનર કહેતાં. એક આડા નળાકાર પર આંકડા લખેલી ભૂંગળીઓ વારાફરતી ખસી શકે તે રીતે ગોઠવાયેલી. દશાંશ પધ્ધતિની શરૂઆત આ યંત્રથી થઈ હતી. આ બધા મશીનોમાં વીજળીનો ઉપયોગ નહોતો. હાથ વડે સંચાલન થતું. આજે આ મશીનો રમકડાં જેવા લાગે, પરંતુ કમ્પ્યુટર અને કેલ્ક્યૂલેટરની શોધના પાયામાં આ રમકડાંની જ ભૂમિકા હતી.
આ પણ વાંચો : ગોઝારો સોમવાર : એક જ રાતમાં બે બાઈક અકસ્માતમાં 5 યુવકોનો ભોગ લેવાયો
કેલ્ક્યુલેટર ઈતિહાસને જાણો
ઈલેક્ટ્રોનિક કેલ્ક્યુલેટર્સ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે