Home> Technology
Advertisement
Prev
Next

વર્ષો જૂની એક પોસ્ટથી લલિત મોદી અને સુષ્મિતા સેનની એક અંદરની વાત ખૂલી ગઈ!

ઈન્ડિયન પ્રીમિયર લીગના પહેલા અધ્યક્ષ લલિત મોદીએ ખુલાસો કર્યો છે કે તે અભિનેત્રી સુસ્મિતા સેનને ડેટ કરી રહ્યા છે. તેમની આ જાહેરાતે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને આશ્ચર્યમાં મૂક્યા હતા.

વર્ષો જૂની એક પોસ્ટથી લલિત મોદી અને સુષ્મિતા સેનની એક અંદરની વાત ખૂલી ગઈ!

નવી દિલ્હી: ગઈકાલ (ગુરુવાર)થી સુસ્મિતા સેન અને લલિત મોદીના સમાચાર હોટ ટોપિક બનેલા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગના પહેલા અધ્યક્ષ લલિત મોદીએ ખુલાસો કર્યો છે કે તે અભિનેત્રી સુસ્મિતા સેનને ડેટ કરી રહ્યા છે. તેમની આ જાહેરાતે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને આશ્ચર્યમાં મૂક્યા હતા. ઘણા લોકોએ કહ્યું કે તેઓને ખ્યાલ નથી કે બંને એકબીજાને ઓળખે પણ છે કે નહીં.

fallbacks

ત્યારબાદ લોકો ઈન્ટરનેટ પર તેમના વિશે જાણકારી જાણવામાં લાગ્યા છે. લોકોએ જાણ્યું કે મોદી અને સેન વર્ષોથી એક બીજાને ઓળખે છે અને તેઓ ગાઢ મિત્રો છે. તે સોશિયલ મીડિયા પોસ્ટ પર ઘણી વખત એક બીજાની વાતો કરે છે. એટલે સુધી કે, ભાગેડુ ઉદ્યોગપતિએ પણ એક વખત પૂર્વ બ્યુટી ક્વીનને ટ્વિટર વેરિફિકેશનમાં મદદ કરી હતી. આ માહિતી તેમની એક જૂની પોસ્ટ પરથી સામે આવી છે.

2011માં મળી બ્લૂ ટિક માર્ક
આ ટ્વિટ 2011નું છે, જેમાં સુષ્મિતા સેનને લલિત મોદીને ટ્વિટર પર 'બ્લૂ ટિક માર્ક' અપાવવામાં મદદ કરવા માટે શુભેચ્છા પાઠવી હતી. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, ફાઈનલી મારું ટ્વિટર એકાઉન્ટ વેરિફાય થઈ ગયું!! લલિત મોદી તમારી મદદ માટે આભાર! તેના સિવાય બન્નેની વચ્ચે વાતચીતનું અન્ય ઉદાહરણ પણ ઓનલાઈન સામે આવ્યું છે. એક ટ્વીટમાં લલિત મોદીએ પૂર્વ મિસ યૂનિવર્સને પોતાના એસએમએસનો જવાબ આપવા માટે જણાવ્યું હતું.

લલિત મોદીએ શેર કરી હતી તસવીરો
તમને જણાવી દઈએ કે ગુરુવારે 56 વર્ષીય લલિત મોદીએ સેનની સાથે ઘણી તસવીરો શેર કરી અને પૂર્વ મિસ યૂનિવર્સને પોતાની બેટર હાફ ગણાવી. આ ટ્વીટ બાદ બન્નેના લગ્નની અટકળો વહેતી થઈ. જોકે, મોદીએ એક અન્ય ટ્વીટમાં તેની સ્પષ્ટતા કરી અને કહ્યું કે હાલ તેઓ માત્ર એક બીજાને ડેટિંગ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More