ઝી બ્યૂરો, અમદાવાદ ઃ ઈન્ટરનેટના યુગમાં કોઈ પણ માહિતી મેળવવી અશક્ય નથી. મોટાભાગના કામ ઈન્ટરનેટના માધ્યમથી સરળતાથી થઈ શકે છે. તેવા Wi-Fi ટેકનોલોજીએ કામ વધુ સરળ કરી દિધું. Wi-Fi ટેકનોલોજીની મદદથી કોઈ પણ મોબાઈલ ફોન કે પછી લેપટોપ કેબલ કનેક્શન વગર ઈન્ટરનેટ સાથે કનેક્ટ થાય છે. આ વાત હતી અત્યાર સુધીની આધૂનિક ટેકનોલોજીની. હવે વાત કરીએ નજીકના ભવિષ્યમાં આવતી ટેકનોલોજી Li-Fiની. જી હા ટૂંક જ સમયમાં હવે Li-Fi ટેકનોલોજીની મદદથી ઈન્ટરનેટ ચાલશે. તો શું છે Li-Fi ટેકનોલોજી ચાલો જાણીએ.
શું છે Li-Fi ટેકનોલોજી?
Li-Fiનું આખુ નામ Light Fidelity છે. Li-Fi ટેકનોલોજી Wi-Fi પછીની લેટેસ્ટ ટેકનોલોજી છે જે કનેક્ટવિટીમાં Wi-Fi કરતા 100 ગણી વધુ ઝડપી હયો છે. Li-Fi LED બલ્બથી કામ કરે છે. Li-Fi ટેકનોલોજીમાં ઘરમાં લગાવામાં આવેલા LED બલ્બ હાઈસ્પીડ ડેટા ટ્રાન્સમિટ કરશે. આના માટે કોઈ પણ બ્રોડબેન્ડ કે પછી
Wi-Fiની જરૂર નહીં પડે. Li-Fi ટેકનોલોજીને ગ્રીન ટેકનોલોજી પણ કહેવામાં આવે છે.
WhatsAppના યુઝર્સ માટે ખુશખબર, ઉમેરાયું વધુ એક નવું શાનદાર ફીચર
કેવી રીતે કામ કરશે Li-Fi ટેકનોલોજી?
દરેક ઘરમાં LED લાઈટ હોય છે. Li-Fiના ઉપયોગ દરમિયાન LED લાઈટ એક હોટસ્પોટ ડિવાઈસ બની જશે, અને ત્યારપછી કોઈ પણ મશીન સાથે કનેક્ટર કરી શકાશે. હોસ્પિટલની વાત કરીએ તો કોરોના વોર્ડમાં દર્દીઓના વેન્ટિલેટરનો ડેટા, પલ્સ, ટેમ્પ્રેચર ડેટા સહિતની માહિતી મોનીટર આઈસોલેશન વોર્ડમાં ગયા વગર જ તેનો ડેટા લાઈટના માધ્યમથી એક ઈન્સ્ટ્રુમેન્ટથી બીજા ઈન્સ્ટ્રુમેન્ટમાં ઓટોમેટિક સેન્ડ થઈ જાય છે. આ ડેટા LED લાઈટના માધ્યમથી સેન્ડ થાય છે.
BYE BYE 2020: ટેક્નોલોજીની દુનિયામાં આવ્યા એવા TOP 10 યુનિક ડિવાઈસ જેને ખરીદવાની થઈ જશે ઈચ્છા
Wi-Fi અને Li-Fi વચ્ચેની તફાવત
Wi-Fi ટેકનોલોજી રેડિયો ફ્રીક્વન્સી પર કામ કરે છે. જ્યારે Li-Fi ટેકનોલોજી LED બલ્બની લાઈટ પર કામ કરે છે. Li-Fiના ઉપયોગ દરમિયાન LED લાઈટ એક હોટસ્પોટ ડિવાઈસ બની જશે, અને ત્યારપછી કોઈ પણ મશીન સાથે કનેક્ટર કરી શકાશે. પરંતુ મહત્વનું એ છે કે Li-Fi ટેકનોલોજી ખુબ જ આધૂનિક અને Wi-Fi કરતા ઝડપી છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સરકાર આ ટેકનોલોજીનું ટેસ્ટિંગ કરી રહી છે. અને ટેસ્ટિંગ પછી તેને ઉપયોગમાં લેવામાં આવશે. હાલ IT વિભાગ Li-Fi ટેકનોલોજી પર પાયલોટ પ્રોજેક્ટ ચલાવી રહી છે જેમાં 10 gbps સ્પીડથી ડેટા ટ્રાન્સમિટ કરવા led બલ્બ અને લાઈટનો ઉપયોગ કરવામાં આવે છે. Li-Fiની કનેક્ટિવિટી રેન્જ પણ Wi-Fiની સરખામણીમાં વધારે છે. Li-Fi લગભગ 1 કિમી સુધીની રેન્જ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે