નવી દિલ્હી :સ્માર્ટફોન નિર્માતા કંપની લાવા (Lava) ઈન્ટરનેશનલ લિમિટેડે 3899 રૂપિયાની કિંમતનો નવો ન્યૂ એન્ટ્રી લેવલ સ્માર્ટફોન લાવા ઝેડ 41 (Lawa Z41) લોન્ચ કર્યો છે. આ ફોન બે કલરમાં ઉપલબ્ધ છે. એક મિડનાઈટ બ્લ્યૂ અને અંબર રેડ.
સોશિયલ મીડિયા
લાવા ઈન્ટરનેશનલ પ્રોડક્ટ હેડ તેજિન્દર સિંહના જણાવ્યા અનુસાર, આ સ્માર્ટફોન ગ્રાહકોની તમામ સોશિયલ મીડિયાની જરૂરિયાત, જેમ કે યુટ્યૂબ, વોટ્સએપ અને ફેસબુક વગેરેને પૂરી કરશે. ફોન યુઝર્સને યુટ્યુબ જેવા ડેટા કન્ઝ્યુમિંગ એપ્સને માત્ર પરમિશન આપે છે, જ્યાં યુઝર પોતાના ડેટાના વપરાશને કન્ટ્રોલ કરી શકે છે. તેમજ સુપર ફાસ્ટ ઈન્ટરફેસની સાથે વીડિયો ડાઉનલોડ કરી શકે છે.
સ્માર્ટફોનમાં 5 ઈંચનું ડિસ્પ્લે ફિચર છે. લાવા ઝેડ 41 5 એમપી રિયર કેમેરાની સાથે આવે છે. જેમાં 2500 mAh ની બેટરી લાગેલી છે. તેમજ 1 જીબી રેમ અને 16 GB રેમની સાથે ડિવાઈસમાં એન્ડ્રોઈડ 9 પાઈ (ગો એડિશન) રન કરે છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે