Home> Technology
Advertisement
Prev
Next

Viral Video: આ યુવકની સુપરફાસ્ટ ટાઈપિંગનો વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો

સોશિયલ મીડિયામાં એક ફાર્મસીનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. બિલિંગ કાઉન્ટર પર બેઠેલી વ્યક્તિ આમાં શું કરી રહી છે તે જોઈને કોઈપણને નવાઈ લાગશે. કોમ્પ્યુટર પર બિલ બનાવનાર વ્યક્તિની ટાઈપિંગ સ્પીડ જાણે કોઈએ વીડિયોની સ્પીડ વધારી દીધી હોય એવું લાગે છે, પરંતુ આ સ્પીડ વાસ્તવમાં ફાર્મસી સ્ટાફની પોતાની છે.

Viral Video: આ યુવકની સુપરફાસ્ટ ટાઈપિંગનો વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો

સોશિયલ મીડિયામાં એક ફાર્મસીનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. બિલિંગ કાઉન્ટર પર બેઠેલી વ્યક્તિ આમાં શું કરી રહી છે તે જોઈને કોઈપણને નવાઈ લાગશે. કોમ્પ્યુટર પર બિલ બનાવનાર વ્યક્તિની ટાઈપિંગ સ્પીડ જાણે કોઈએ વીડિયોની સ્પીડ વધારી દીધી હોય એવું લાગે છે, પરંતુ આ સ્પીડ વાસ્તવમાં ફાર્મસી સ્ટાફની પોતાની છે. એટલી ઝડપથી ટાઈપ કરવું જાણે માણસ નહીં મશીન હોય. આ વીડિયોને અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

fallbacks

કીબોર્ડ જોયા વિના ઝડપી ટાઈપિંગ-
ખાસ વાત તો એ છે કે વ્યક્તિ કીબોર્ડ જોયા વગર ઝડપથી ટાઈપ કરી રહ્યો છે અને સતત પેપર કાપી રહ્યો છે. આ દરમિયાન કોઈ પાછળથી તેનો વીડિયો બનાવી રહ્યું છે. લોકો વાયરલ વ્યક્તિની આ કુશળતાના ખૂબ વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો:
1 જુલાઈથી શરુ થશે Amarnath Yatra 2023, 17 એપ્રિલથી ભક્તો માટે શરુ થશે રજિસ્ટ્રેશન
રાશિફળ 15 એપ્રિલ: ગ્રહોની શુભ સ્થિતિને કારણે થશે આર્થિક લાભ, મળી શકે છે ખુશખબર
SBI-ICICI-HDFC-PNB ગ્રાહકો માટે RBI ગવર્નરની જાહેરાત, ખાતાધારકો આનંદથી ઉછળી પડ્યા

લાઈટનિંગ સ્પીડ ટાઈપિંગ-
વીડિયોમાં કર્મચારી વીજળીની ઝડપે ટાઈપ કરતો જોવા મળે છે. દવાઓના કોડ ટાઈપ કરતી વખતે તેની આંગળીઓ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. તે એક પછી એક દવાઓ લેતો અને તેના કોમ્પ્યુટર પર ઝડપથી વિગતો લખતો જોવા મળે છે. આ વાયરલ વીડિયો કથિત રીતે ભારતનો છે.

'આ છોકરો AIનું સ્થાન લેશે'-
વ્યક્તિની અત્યંત ઝડપી ટાઇપિંગ સ્પીડના આ વીડિયો પર લોકો જબરદસ્ત કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- તેણે આખી ટીમનું કામ એકલા હાથે કર્યું હશે. જ્યારે બીજાએ લખ્યું-આ છોકરો AIનું સ્થાન લેશે.

આ પણ વાંચો:
રાજકારણમાં ગરમાવો! સુરત AAPમાં મોટું ભંગાણ, વધુ 6 કોર્પોરેટર ઝાડુ છોડી BJPમાં જોડાયા
રિંકુ સિંહની તોફાની ઈનિંગ એળે ગઈ, હૈદરાબાદે રોમાંચક મેચમાં કોલકાતાને માત આપી
11 હજાર કલાકારોએ બિહુ ડાન્સનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, પીએમ મોદી બન્યા સાક્ષી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More