Home> Technology
Advertisement
Prev
Next

આ Maruti કારે બધાને ચટાડી ધૂળ, સૌથી વધુ વેચાઇ, કિંમત 6.66 લાખ

Best Selling Car In January 2024: જાન્યુઆરી 2024 માં સૌથી વધુ વેચાયેલી ટોપ 10 કારની યાદીમાં 7 મોડલ મારૂતિ સુઝુકીના છે. આ સાથે જ સૌથી વધુ વેચાનારી કાર પણ મારૂતિ સુઝુકીની છે. 

આ Maruti કારે બધાને ચટાડી ધૂળ, સૌથી વધુ વેચાઇ, કિંમત 6.66 લાખ

Best Selling Car In January 2024: જાન્યુઆરી 2024માં સૌથી વધુ વેચાતી ટોપ-10 કારની યાદીમાં 7 મોડલ મારુતિ સુઝુકીના છે. આ સાથે સૌથી વધુ વેચાતી કાર પણ મારુતિ સુઝુકીની છે. મારુતિ સુઝુકી બલેનો જાન્યુઆરી 2024માં સૌથી વધુ વેચાતી કાર રહી છે. કુલ 19,630 યુનિટ વેચાયા છે. વાર્ષિક ધોરણે બલેનોના વેચાણમાં 20%નો ઉછાળો નોંધવામાં આવ્યો છે કારણ કે જાન્યુઆરી 2023માં માત્ર 16,357 યુનિટ્સ વેચાયા હતા.

fallbacks

લગ્ન કરશો તો મળશે 10 લાખ રૂપિયા, આ યોજના વિશે નહી જાણતા હોવ તમે
શરીરને હાડપિંજર બનાવી દેશે 5 પોષકતત્વોની ઉણપ, આ રીતે ઓળખો લક્ષણો

ફરી નંબર 1 બની મારુતિ બલેનો
બલેનો અગાઉ પણ જુદા જુદા મહિનામાં સૌથી વધુ વેચાતી કાર રહી છે. પરંતુ, વર્ષ 2023 ના છેલ્લા મહિનામાં એટલે કે ડિસેમ્બરમાં, ટાટા નેક્સન દ્વારા આ સ્થાન પ્રાપ્ત થયું હતું. ડિસેમ્બર 2023 Tata Nexon સૌથી વધુ વેચાતી કાર તરીકે ઉભરી આવી હતી અને Maruti Baleno આઠમા નંબરે હતી. હવે 2024 ના પહેલા મહિનામાં જ, મારુતિ બલેનો સૌથી વધુ વેચાતી કારના ચાર્ટમાં ટોચ પર આવી ગઈ છે.

AC માં શું હોય છે ટનનો અર્થ, 1-2 ટનનું એસી કેમ કહેવાય છે? સરળ શબ્દોમાં આ રીતે સમજો
હજુ સુધી તમારા ઘરે લાગેલો ભગવાન રામનો ધ્વજ, ડિસ્પોઝ કરવો હોય તો આ નંબર કરો કોલ

મારુતિ બલેનો- પ્રીમિયમ હેચબેક
ઉલ્લેખનીય છે કે બલેનો એક પ્રીમિયમ હેચબેક કાર છે. તેમાં પાંચ લોકો બેસી શકે છે. બલેનોની કિંમત 6.66 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને તેના ટોપ મોડલની કિંમત 9.88 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. બલેનો ચાર ટ્રિમ્સમાં આવે છે - સિગ્મા, ડેલ્ટા, ઝેટા અને આલ્ફા. તેમાં નેક્સા બ્લુ, પર્લ આર્કટિક વ્હાઇટ, ગ્રાન્ડ્યુર ગ્રે, સ્પ્લેન્ડિડ સિલ્વર, ઓપ્યુલન્ટ રેડ, લક્સ બેજ અને પર્લ મિડનાઈટ બ્લેક કલર વિકલ્પો છે.

જો જવાનીમાં જ આવી ગયા હોય ધોળા તો અપનાવો દેશી ઉપચાય, કાળા ભમ્મર થઇ જશે વાળ
એકદમ ભવ્ય અને સુંદર છે અબુધાબીનું મંદિર, ઉદઘાટન પહેલાં સામે આવી નવી તસવીરો

બલેનો એન્જિન ટ્રાન્સમિશન
બલેનોમાં માત્ર એક એન્જિન વિકલ્પ ઉપલબ્ધ છે. જો કે તેની સાથે CNG કિટ પણ આપવામાં આવે છે. તેનું 1.2-લિટર ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન 90 PS અને 113 Nm જનરેટ કરે છે, જ્યારે CNG પર આ આઉટપુટ ઘટીને 77.49 PS અને 98.5 Nm થાય છે. તે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે સ્ટાડર્ડ આવે છે અને પેટ્રોલ વેરિઅન્ટમાં 5-સ્પીડ AMTનો વિકલ્પ પણ છે.

Indian Railway Job:10 પાસ-ITI વાળા માટે રેલવેમાં બંપર ભરતી, લાગી ગયા તો લાઇફ બની જશે
શું હોય છે Blue Aadhaar Card? તમારા આધાર કરતાં કેટલું હોય છે અલગ, આ રીતે કરો એપ્લાય

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More