Home> Technology
Advertisement
Prev
Next

હાઈ લા...મારુતિની ગાડીઓ મોંઘી થઈ, આ 2 મોડલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો, જાણો વિગતો 

આ અગાઉ કંપનીએ વધતી મોંઘવારી અને કોમોડિટી પ્રાઈસનો હવાલો આગળ ધરીને કહ્યું હતું કે વાહન નિર્માણ તેનાથી સતત મોંઘુ થઈ રહ્યું છે જેના પગલે જાન્યુઆરીમાં તમામ મોડલોના ભાવમાં 0.45 ટકાના વધારાની જાહેરાત કરી હતી. જાણો કયા મોડલો પર ભાવ વધ્યા.

હાઈ લા...મારુતિની ગાડીઓ મોંઘી થઈ, આ 2 મોડલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો, જાણો વિગતો 

મારુતિ સુઝૂકીની કારો મોંઘી થઈ છે. કંપનીએ 10 એપ્રિલના રોજ જણાવ્યું કે તેમણે કેટલાક મોડલ પર આજથી ભાવ વધાર્યા છે. આ અગાઉ કંપનીએ વધતી મોંઘવારી અને કોમોડિટી પ્રાઈસનો હવાલો આગળ ધરીને કહ્યું હતું કે વાહન નિર્માણ તેનાથી સતત મોંઘુ થઈ રહ્યું છે જેના પગલે જાન્યુઆરીમાં તમામ મોડલોના ભાવમાં 0.45 ટકાના વધારાની જાહેરાત કરી હતી. જાણો કયા મોડલો પર ભાવ વધ્યા.

fallbacks

આ કાર મોડલો પર ભાવ વધારો ઝીંકાયો
કંપનીએ 10 એપ્રિલના રોજ કરેલી જાહેરાત મુજબ તેણ સ્વિફ્ટ અને ગ્રાન્ડ વિતારા સિગ્માના ગણતરીના વેરિએન્ટના ભાવ 10 એપ્રિલથી વધાર્યા છે. સ્વિફ્ટની કિંમત 25000 રૂપિયા અને ગ્રાન્ડ વિતારા સિગ્મા વેરિએન્ટની કિંમત 19,000 રૂપિયા સુધી વધી છે. આ વર્ષે આ બીજીવાર એવું બન્યું છે કે જ્યારે મારુતિએ પોતાની કારોના ભાવ વધાર્યા છે. 

4 મહિનામાં બે વાર વધ્યા ભાવ
જાન્યુઆરીમાં કારોના  ભાવમાં વધારો કરનારી મારુતિએ કહ્યું હતું કે અમે છેલ્લા કેટલાક સમયથી વધેલા ઈનપુટ ખર્ચાને ભોગવી રહ્યા છીએ પરંતુ હાલની  બજાર સ્થિતિઓએ અમને વાહનોના ભાવમાં કેટલોક વધારો કરવા માટે દબાણ કર્યું છે અને એટલે કેટલાક મોડલોના ભાવમાં વધારો થશે. 

નાણાકીય વર્ષ 2023-24માં મારુતિ સુઝૂકીએ પોતાનું અત્યાર સુધીનું સૌથી વધુ કુલ વેચાણ હાંસલ કર્યું છે. આ દરમિયાન કંપનીએ 2,135,323 કાર વેચી છે. જેમાંથી 1,793,644 કારો ડોમેસ્ટિક સ્તરે અને કુલ 283,067 ગાડીઓની નિકાસ સામેલ છે. 

Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More