Home> Technology
Advertisement
Prev
Next

ટાટા પંચને પછાડીને આ કાર બની દેશની No.1, 34 કિ.મીની આપે છે એવરેજ, જાણો શાનદાર ફીચર્સ

છેલ્લા એક વર્ષમાં એટલે કે નાણાકીય વર્ષ 2024-25ના એપ્રિલ 2024 થી માર્ચ 2025 સુધી મારુતિ સુઝુકી વેગનઆર સૌથી વધુ વેચાતી કારમાં ગ્રાહકોની પ્રથમ પસંદગી બની છે અને ખાસ વાત એ છે કે તેણે ટાટા પંચને પાછળ છોડી દીધી છે.

ટાટા પંચને પછાડીને આ કાર બની દેશની No.1, 34 કિ.મીની આપે છે એવરેજ, જાણો શાનદાર ફીચર્સ

ભારતમાં ઘણી બધી કાર ઉપલબ્ધ છે પરંતુ અમુક જ કાર એવી હોય છે, જેની ડિમાન્ડ સૌથી વધારે હોય છે કારણ કે ગ્રાહકો તેને ખરીદવા માટે મજબૂર બની જાય છે. છેલ્લા એક વર્ષમાં એટલે કે નાણાકીય વર્ષ 2024-25ના એપ્રિલ 2024 થી માર્ચ 2025 સુધીમાં ઘણી બધી કાર વેચાઈ છે, પરંતુ સૌથી વધુ વેચાતી કારમાં મારુતિ સુઝુકીની વેગનઆર ગ્રાહકોની પહેલી પસંદ બની ગઈ છે. 

fallbacks

આ કારે વેચાણના મામલે ટાટા પંચને પણ પાછળ છોડી દીધું છે. વેગન-આરના 1.98 લાખ યુનિટ વેચાયા હતા. ટાટા પંચ ગયા નાણાકીય વર્ષમાં બીજી સૌથી વધુ વેચાતી કાર હતી અને તેને 1,96,572 ગ્રાહકોએ ખરીદી હતી. જો તમે પણ દેશની સૌથી વધુ વેચાતી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અહીં અમે તમને વેગન-આરની કિંમત અને ફીચર્સ વિશે માહિતી આપી રહ્યા છીએ.

એન્જિન અને પાવર
મારુતિ સુઝુકી વેગન-આર 1.0L અને 1.2L પેટ્રોલ એન્જિન મળે છે. આ સિવાય વેગન આર CNGમાં પણ મેળવી શકો છો. આ કાર 34.04 km/kg ની માઈલેજ આપે છે. તે બે ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ છે - ઓટોમેટિક અને મેન્યુઅલ. બંને એન્જિન દરેક સ્થિતિમાં સારી કામગીરી બજાવે છે. ફેમિલી ક્લાસવે Wagon-R એટલા માટે પસંદ આવે છે કારણ કે તેમાં હવે સ્પેસ ઘણો વધારે મળી જાય છે. સામાન રાખવા માટે પણ જગ્યાની કોઈ સમસ્યા નથી.

કિંમત અને ફીચર્સ
Wagon Rમાં સ્પેસ ઘણો શાનદાર છે. સિટીમાં તેણે ડ્રાઈવ કરવું ખુબ જ સરળ બની જાય છે. મારુતિ સુઝુકી વેગનઆરમાં 7-ઇંચની સ્માર્ટપ્લે સ્ટુડિયો ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. આ સ્માર્ટફોન 4-સ્પીકર્સ સાથે નેવિગેશન અને પ્રીમિયમ સાઉન્ડથી સજ્જ છે. સુરક્ષા માટે આ કારમાં બે એરબેગ્સ, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, હિલ હોલ્ડ કંટ્રોલ અને રિયર પાર્કિંગ સેન્સર જેવા સેફ્ટી ફીચર્સ છે. આ કારની કિંમત 5.54 લાખ રૂપિયાથી લઈને 7.25 લાખ રૂપિયા સુધીની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More