Home> Technology
Advertisement
Prev
Next

WhatsApp Cyberattack: વોટ્સએપ વાપરતા હોવ તો સાવધાન! અનેક લોકોના એકાઉન્ટ થયા હેક, મેટાએ કર્યું કન્ફર્મ

વોટ્સએપ યૂઝર્સ માટે એક ચિંતાજનક સમાચાર છે. મેટાએ કન્ફર્મ કર્યું છે કે અનેક વોટ્સએપ યૂઝર્સ સાઈબર હુમલાનો ભોગ બન્યા છે. વિગતો ખાસ જાણો. 

WhatsApp Cyberattack: વોટ્સએપ વાપરતા હોવ તો સાવધાન! અનેક લોકોના એકાઉન્ટ થયા હેક, મેટાએ કર્યું કન્ફર્મ

Meta એ કન્ફર્મ કર્યુ છે કે વોટ્સેએપ પર હેકર્સનો હુમલો થયો હતો. આ હેકિંગમાં ઝીરો ક્લિક ટેક્નિકનો ઉપયોગ થયો હતો. જૂના મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો હતો કે કેટલાક વોટ્સએપ યૂઝર્સ સાઈબર એટેકર્સના નિશાના પર છે. મેટાએ આ સાઈબર એટેકને લઈને આરોપ લગાવ્યો છે કે Paragon સર્વિલાન્સ સોફ્ટવેરનો ઉપયોગ થયો છે જેનું નામ Graphite છે. વોટ્સેપના માલિક મેટાએ જણાવ્યું કે આ સાઈબર એટેકમાં લગભગ 90 લોકોને શિકાર બનાવવામાં આવ્યા છે. 

fallbacks

આટલા યૂઝર્સસુધી પહોંચ્યો સાઈબર એટેકર
એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ તરફથી કન્ફર્મ થઈ ચૂક્યું છે કે સાઈબર એટેકર્સ 90 લોકો સુધી પહોંચ્યા, તેમને શિકાર બનાવ્યા અને સંભવત: તેમના ડેટા સુધી પહોંચ્યા. આ 90 લોકો પત્રકારો અને અન્ય અનેક મોટી હસ્તીઓ હોવાનું કહેવાય છે. જો કે તેમના વિશે કોઈ માહિતી હજુ સામે આવી નથી. 

20 અલગ અલગ દેશોમાં વિક્ટિમ
મેટાએ કન્ફર્મ કર્યું છે કે હુમલાખોરોએ ગણતરીના લોકોને શિકાર બનાવ્યા. જેમાં જર્નાલિસ્ટ અને સિવિલ સોસાયટીના અનેક સભઙ્યો પણ સામેલ રહ્યા. કંપનીનું માનવું છે કે આ લોકો 20 અલગ અલગ દેશોમાં હાજર છે. 

ઝીરો ક્લિક એટેકનો બન્યા ભોગ
Paragon Solution નું Graphite અસલમાં ઝીરો ક્લિક ટેક્નિક પર કામ કરે છે. તેનો અર્થ એ થયો કે ક્લિક કર્યા વગર તે ડિવાઈસ સુધી પહોંચી શકે છે અને ડેટા સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે. મોબાઈલ માલિકને આ અંગે ગંધ સુદ્ધા નથી આવતી. આ જાણકારી મીડિયા રિપોર્ટ્સથી મળી છે. 

જીમેઈલ યૂઝર્સને પણ મળી વોર્નિંગ
Gmail તરફથી પણ વોર્નિંગ ઈશ્યુ કરાઈ છે  અને તમામ યૂઝર્સને સાવધાન રહેવાનું કહેવાયું છે. તેના 2500 કરોડ યૂઝર્સ છે અને તમામને સાવધાન રહેવાનું કહેવાયું છે. હાલમાં જ અનેક પ્લેટફોર્મ પર એટેકની જાણકારી સામે આવી છે. પરંતુ Gmail નો યૂઝરબેઝ ખુબ જ મોટો છે. જીમેઈલ પર અનેક સેન્સિટિવ માહિતી પણ હોય છે. જેના ચોરી થવાથી હેકર્સ તમાર બેંક ખાતા ખાલી કરી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More