Home> Technology
Advertisement
Prev
Next

MG એ લોન્ચ કરી પોતાની શાનદાર અને સુપર સ્ટાઈલિશ SUV, Creta, Seltos ને આપશે ટક્કર

મીડિયા રિપોર્ટ (Media Report) મુજબ આ SUVમાં 1.5 લીટર 4 સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જીન મળશે. આ એન્જીન 178BHPનો પાવર અને 250NM ટોર્ક જનરેટ કરે છે.

MG એ લોન્ચ કરી પોતાની શાનદાર અને સુપર સ્ટાઈલિશ SUV, Creta, Seltos ને આપશે ટક્કર

નવી દિલ્હી: MG Motor એ 5 સીટર MG ONE SUV કાર લોન્ચ કરી છે. કંપનીએ આ કારના જબરદસ્ત ફીચર જાહેર કર્યા છે. આ કારમાં લેટેસ્ટ અને એકદમ સ્ટાઈલિશ ડિઝાઈન અને ટેક્નોલોજી (Technology) નો ઉપયોગ કરવામાં આવ્યો છે. રંગથી લઈ તેના ડેશિંગ લુક્સથી તમે કારના દિવાના થઈ જશો. તો આવો જાણીએ આ શાનદાર કાર વિશે તમામ માહિતી.

fallbacks

Ahmedabad: હવે રોકડા રૂપિયા નથી એવું બહાનું નહી ચાલે, પોલીસ POS મશીન દ્વારા વસૂલશે દંડ

MG ONE SUVની તસ્વીરો ચીન (China) માં પહેલા જ લીક થઈ ગઈ હતી. નવી SUVમાં બ્રાંડના નવા સિગ્મા આર્કિટેક્ચર પર આધારિત છે. જે એક ઓલ-ઈન-વન મોડ્યુલર પ્લેટફોર્મ છે. આ એક ઈલેક્ટ્રીક આર્કિટેક્ચરને પણ સપોર્ટ કરે છે. જેના પર MG ખાસ કરીને ધ્યાન કેન્દ્રીત કરે છે. આ પ્લેટફોર્મ એડવાંસ્ડ ટેક્નોલોજી (Technology) જેવા પાવરફુલ ચિપ ટેક, એક્ટિવ ડિજિટલ ઈકો સિસ્ટમ, એડવાંસ્ડ ઈલેક્ટ્રીક આર્કિટેક્ચર અને હાર્ડ કોર સોફ્ટવેર ટેક્નોલોજી (Technology) ને શ્રેષ્ઠ રીતે સપોર્ટ કરે છે.
fallbacks

લુક અને ડિઝાઈન-
કારના લુક્સને જોતા એવું લાગે છે કે ફાઈનલ પ્રોડક્શનના સ્પેસિફિકેશન MG ONEની એક્સટીરિયર ડિઝાઈન ઘણી અલગ હશે. આ કારમાં એક્સટીરિયર હાઈલાઈટ્સમાં આકર્ષક કલર ઓપશન અને 3-ડાયમેંશનલ ઈફેક્ટ સાથે વાઈડ, સ્પોર્ટી દેખાતી ફ્રંટ મેઈન ગ્રિલ સામેલ છે. જ્યાં સુધી કારની સાઈઝનો સવાલ છે, MG ONEની સાઈઝ ભારત (India) માં આવનારી ASTORની સાઈઝની હશે.

એન્જીન અને પાવર-
મીડિયા રિપોર્ટ (Media Report) મુજબ આ SUVમાં 1.5 લીટર 4 સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જીન મળશે. આ એન્જીન 178BHPનો પાવર અને 250NM ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન સાથે ટ્રાન્સમિશન વિકલ્પોમાં 6-સ્પીડ MT અને ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ગીયરબોક્સ મળે છે. MG ONEની લંબાઈ 4,579 mm, પહોળાઈ 1866 mm અને ઉંચાઈ 1609 mm છે. સાથે જ 2670 mmનો વ્હીલબેઝ મળે છે.

Traffic Rules: વાહન ચલાવતી વખતે ફોન પર આ રીતે વાત કરશો તો નહી થાય દંડ, પરિવહન મંત્રાલયે આપી જાણકારી

ફીચર્સ અને મુકાબલો-
MG પોતાની 5 સીટર SUVમાં અનેક ફીચર્સ આપી રહી છે. આ કારમાં ટચસ્ક્રિન ઈન્ફોટેઈન્મેન્ટ સિસ્ટમ, પાવર્ડ સીટ્સ, વાયરલેસ ચાર્જિંગ, પેનોરોમિક સનરૂફ જેવા ફીચર્સ મળશે. આ કારનો મુકાબલો Hyundai Creta, Kia Seltos, Jeep Compass જેવી કોમ્પેક્ટ SUV સાથે થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More