India's Got Latent Controversy: હાલમાં સમગ્ર દેશમાં 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોમાં કરવામાં આવેલી ઘણી ટિપ્પણીની ચર્ચા થઈ રહી છે. લોકો આ શો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે. સમય રૈના અને રણવીર અલ્હાબાદિયાને લઈને પણ લોકો રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન માહિતી અને પ્રસારણ મંત્રાલયે OTT પ્લેટફોર્મને એક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં કન્ટેન્ટને વય-આધારિત વર્ગીકરણને કડક બનાવવા અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) નિયમો 2021નું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.
જાહેર કરાઈ એડવાઈઝરી
માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઈન્ફર્મેશન ટેક્નોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા, આચાર સંહિતા) નિયમો 2021 હેઠળ નિર્ધારિત ભારતીય કાયદાઓ અને આચાર સંહિતાનું પાલન કરવા અંગે એક એડવાઈઝરી જાહેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, "આ સલાહ આપવામાં આવે છે કે, OTT પ્લેટફોર્મ પોતાના પ્લેટફોર્મ પર કન્ટેન્ટ પબ્લિસ કરતા સમયે લાગુ કાયદાની વિવિધ જોગવાઈઓ અને IT નિયમો 2021 હેઠળ નિર્ધારિત આચાર સંહિતાનું પાલન કરે. જેમાં આચાર સંહિતા હેઠળ નિર્ધારિત સામગ્રીના વય-આધારિત વર્ગીકરણનું સખતપણે પાલન કરવું શામેલ છે. વધુમાં OTT પ્લેફોર્મને સ્વ-નિયમનકારી સંસ્થાઓને અનુરોધ છે કે પ્લેટફોર્મ દ્વારા આચારસંહિતાના ઉલ્લંઘન માટે યોગ્ય સક્રિય કાર્યવાહી કરવામાં આવે.
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
તેમણે એમ પણ કહ્યું કે, માહિતી ટેકનોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા, આચાર સંહિતા) નિયમો 2021નો ભાગ-II અન્ય બાબતોની સાથે-સાથે OTT પ્લેટફોર્મ્સ માટે આચાર સંહિતા અને આચારસંહિતાના ઉલ્લંઘનને લગતી ફરિયાદોના નિવારણ માટે ત્રણ-સ્તરીય સંસ્થાકીય મિકેનિઝમ પ્રદાન કરે છે. આચાર સંહિતામાં અન્ય બાબતોની સાથે-સાથે OTT પ્લેટફોર્મને એવી કોઈપણ સામગ્રીને ટ્રાન્સમિટ કરવાની જરૂર નથી જે કાયદા દ્વારા પ્રતિબંધિત છે. આ સિવાય કહેવામાં આવ્યું છે કે, ક્રિએટર યોગ્ય સાવધાની અને પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ.
Appleએ લોન્ચ કર્યો સૌથી સસ્તો iPhone, જાણો કેટલી છે ભારતમાં કિંમત
મળી હતી ફરિયાદો
માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક એડવાઈઝરી તે સમયે જાહેર કરી છે. જ્યારે ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટના એક એપિસોડમાં રણવીર અલ્હાબાદિયા દ્વારા અશ્લીલ ટિપ્પણી કરવામાં આવી હતી. આ શોના એપિસોડને YouTube પરથી હટાવી લેવામ માટે કહ્યું હતું, જ્યારબાદ તેને હટાવી દેવામાં આવ્યું હતું. જાહેર કરાયેલા નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા પર કેટલાક ફેન્સ દ્વારા અશ્લીલ, પોર્નોગ્રાફિક અને અશ્લીલ સામગ્રી ફેલાવવાની ફરિયાદો મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે