Home> Technology
Advertisement
Prev
Next

આ મોબાઇલ કંપનીનું ભારતમાં જોરદાર પ્લાનિંગ, સૌથી મોટું R&D સેંટર સ્થાપવાની તૈયારી

વનપ્લસના સહ-સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી પેટે લાઉએ જણાવ્યું ''અમે ભારતને કંપની માટે વૈશ્વિક રિસર્ચ કેંદ્વ બનાવવા માંગીએ છીએ. આ વિચાર દિર્ઘકાલીન દ્વષ્ટિકોણનો ભાગ છે. અમે સર્વશ્રેષ્ઠ પ્રતિભાઓને જોડવાનો અને તેને ટ્રેઇન કરવા માંગીએ છીએ અને લાંબા સમય સુધી તેની સાથે કામ કરવા માંગીએ છીએ.

આ મોબાઇલ કંપનીનું ભારતમાં જોરદાર પ્લાનિંગ, સૌથી મોટું R&D સેંટર સ્થાપવાની તૈયારી

મોંઘા સ્માર્ટફોનના બનાવનાર કંપની ONEPLUS દેશમાં એંજીનિયરિંગ પર મોટો દાવ લગાવીને દેશમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માંગે છે. તેને આશા છે કે ભારતમાં આગામી ત્રણ વર્ષમાં તેનું સૌથી મોટું રિસર્ચ એન્ડ ડેવલોપમેંટ સેન્ટર (આર એન્ડ ડી કેંદ્ર) હશે. કંપનીએ તાજેતરમાં જ પોતાનું આરએન્ડડી કેંદ્વ  હૈદ્વાબાદમાં સ્થાપિત કર્યું છે. શેન્જેન, તાઇવાન અને અમેરિકામાં પણ આ પ્રકારના કેંદ્વ છે. કંપનીની આરએન્ડડી ટીમમાં લગભગ 700 લોકો કામ કરી રહી છે.

fallbacks

ભારતમાં લોંચ થયો Selfie ફોન Realme U1, જાણો શું છે કિંમત અને ફીચર્સ

વૈશ્વિક પ્રતિભા કેંદ્વ બનાવવાની તૈયારી
વનપ્લસના સહ-સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી પેટે લાઉએ જણાવ્યું ''અમે ભારતને કંપની માટે વૈશ્વિક રિસર્ચ કેંદ્વ બનાવવા માંગીએ છીએ. આ વિચાર દિર્ઘકાલીન દ્વષ્ટિકોણનો ભાગ છે. અમે સર્વશ્રેષ્ઠ પ્રતિભાઓને જોડવાનો અને તેને ટ્રેઇન કરવા માંગીએ છીએ અને લાંબા સમય સુધી તેની સાથે કામ કરવા માંગીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે ભારત ત્રણ અથવા તેનાથી વધુ વર્ષોમાં અમારું સૌથી મોટું આરએંડ કેંદ્વ હશે.

જુગારમાં 1 ખરબ રૂપિયા હારી ગયા મોટી મોબાઇલ કંપનીના ચેરમેન? દેવાળું ફૂંકી શકે છે કંપની

આઇઆઇટીમાંથી શોધશે પ્રતિભા
કંપની સર્વશ્રેષ્ઠ પ્રતિભાની શોધ માટે આઇઆઇટી જેવી ટોચની એન્જીનિયરિંગ કોલેજના સંપર્કમાં છે. હાલમાં અમારી ભારતની આરએન્ડડી ટીમમાં 100 લોકો છે. લાઉએ કહ્યું કે ''અમે કૃત્રિમ મેઘા (એઆઇ) જેવા સોફ્ટવેર અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવા પર ધ્યાન આપી રહ્યા છીએ. જોકે તેમણે જણાવ્યું ન હતું કે ભારતની આરએંડડીમાં બીજા કેટલા લોકોને સામેલ કરવામાં આવશે.

ભારતમાં લોંચ થયું દુનિયાનું સૌથી સસ્તું LCD TV, જાણો શું છે કિંમત અને ખાસિયત

ટોચની પાંચ બ્રાંડમાં વનપ્લસ
ભારત, ચીન અને બ્રિટનમાં જોરદાર વેચાણના જોરે ચીન સ્માર્ટફોન નિર્માતા વનપ્લસ વર્ષ 2018 ના બીજા ત્રિમાસિકમાં દુનિયાભરના ટોચની પાંચ પ્રીમિયમ એંડ્રોઇડ ઓરિજનલ ઇક્વિપમેંટ મેન્યુફૈક્ચર્સ (ઓઇએમ્સ)માં સામેલ થઇ ગઇ છે. હોંગકોંગની કાઉંટર પોઈન્ટ રિસર્ચના 'માર્કેટ મોનિટર ક્યૂ2 2018' રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2018ના બીજા ત્રિમાસિકમાં વનપ્લસ 400 ડોલર સેગમેંટમાં સૌથી વધુ ઝડપથી વધતી જતી બ્રાંડ રહી, જ્યારે આ સમયગાળામાં વૈશ્વિક પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેંટના બજારમાં સાત ટકાનો વધારો નોંધાયો, જ્યારે સ્માર્ટફોનના કુલ બજારમાં 1 ટકાનો ઘટાડો નોંધાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More