Cheapest Mobile Phone: લોકો બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન ખરીદવા ઈચ્છે છે. કેટલાક લોકો માત્ર એવો ફોન શોધે છે, જેની કિંમત ઓછી હોય પરંતુ ફીચર ઠીકઠાક હોય. જો તમે પણ સસ્તો અને સારા ફીચર્સવાળો ફોન લેવા ઈચ્છો છો તો અમે તમને કેટલાક ફોનની માહિતી આપીશું. જેની કિંમત સાત હજારથી ઓછી છે.
Redmi A3X
રેડમી A3X સ્ટાઇલિશ ગ્લાસ બેક ડિઝાઇન સાથે આવનાર મોબાઈલ છે. આ ફોનમાં 6.71 ઇંચની ડિસ્પ્લે આવે છે. રેડમીના આ ફોનમાં 5000 mAh ની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં તમને સિક્યોર ફિંગરપ્રિન્ટ અને ફેસ અનલોકનું ફીચર પણ મળે છે. ફોનમાં ડુઅલ કેમેરા અને 64 GB સ્ટોરેજ છે. ફ્લિપકાર્ડ પર શાઓમીના આ ફોનની કિંમત 6199 રૂપિયા છે.
Motorola e13
મોટોરોલાનો આ ફોન 8 જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ સાથે આવે છે. આ ફોનમાં 5000 mAh ની બેટરી મળે છે. ફોનની ડિસ્પ્લે 6.5 ઇંચની છે. આ ફોનમાં Unisoc T606 પ્રોસેસર લાગેલું છે. આ ફોનમાં તમને 13 MP નો રિયર કેમેરા અને 5 MP નો ફ્રંટ કેમેરા મળે છે. મોટોરોલા ઈ13ની કિંમત 6999 રૂપિયા છે.
આ પણ વાંચોઃ Most Selling Car: પંચ, ક્રેટા અને બ્રેઝાને પછાડી વેચાણમાં નંબર-1 બની આ કાર
Samsung Galaxy F05
સેમસંગ ગેલેક્સી F05 4 GB રેમ અને 64 GB સ્ટોરેજ સાથે આવે છે. ફોનમાં 5000 mAh ની બેટરી મળે છે. આ ફોનની સ્ક્રીન 6.74 ઇંચની છે. આ મોબાઈલમાં 50 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો અને 5 મેગાપિક્સલનો રિયર કેમેરો મળે છે. આ ફોન ચાર વર્ષના સિક્યોરિટી અપડેટ સાથે આવે છે. ફ્લિપકાર્ટ પર સેમસંગના આ ફોનની કિંમત 6499 રૂપિયા છે.
POCO C61
POCO C61 માં 6.71 ઇંચની ડિસ્પ્લે મળે છે. આ ફોનમાં પણ સિક્યોર ફિંગરપ્રિન્ટ અને ફેસ અનલોકનું ફીચર મળે છે. આ સ્માર્ટફોનમાં 5000 mAh બેટરી લાગી છે. આ ફોન બ્લેક, વ્હાઇટ અને ગ્રીન ત્રણ કલર ઓપ્શન સાથે આવે છે. એમેઝોન પર ફોનની કિંમત 5799 રૂપિયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે