Mobile Tariff Increase: દેશના કરોડો મોબાઇલ યુઝર્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટેલિકોમ કંપનીઓ ફરી એકવાર તેમના રિચાર્જ પ્લાન મોંઘા કરી શકે છે. ETએ એનાલિસ્ટોના હવાલે આ રિપોર્ટ આપ્યો છે. વિશ્લેષકોનું કહેવું છે કે, મે મહિનામાં સતત પાંચમા મહિનામાં નેટ યુઝર્સની સંખ્યામાં વધારાથી ટેલિકોમ ઓપરેટરોને ટેરિફ વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આને કારણે મોબાઇલ ટેરિફમાં વર્ષના અંત સુધીમાં ફરીથી 10-12%નો વધારો થઈ શકે છે.
અગાઉ, મોબાઇલ કંપનીઓએ છેલ્લે જુલાઈ 2024માં બેઝ પ્લાનના ભાવમાં 11-23%નો વધારો કર્યો હતો. નિષ્ણાતો કહે છે કે, આગામી રાઉન્ડમાં ટાયર્ડ પ્રાઇસિંગની રજૂઆત પણ થઈ શકે છે, જ્યાં વધુ ડેટા પેક ખરીદવા માટે ડેટા ભથ્થામાં ભારે ઘટાડો કરવામાં આવે છે.
શનિ માર્ગી થઈને આ 3 રાશિને કરાવશે બમ્પર ફાયદો, કરી દેશે માલામાલ; દરેક કામમાં મળશે સફળતા!
29 મહિનાનો રેકોર્ડ ઉછાળો
મોબાઇલ યુઝરની સંખ્યામાં મે મહિનામાં 29 મહિનાનો રેકોર્ડ ઉછાળો જોવા મળ્યો, જેમાં એક્ટિવ યુઝર્સ લગભગ 1.08 ટ્રિલિયન સુધી પહોંચી ગયા. માર્કેટ લીડર રિલાયન્સ જિયો ઇન્ફોકોમે મે મહિનામાં 5.5 મિલિયન એક્ટિવ યુઝર્સ ઉમેર્યા, જેનાથી તેનો કુલ યુઝરની સંખ્યા 150 બીપીએસ વધીને 53% થઈ છે. ભારતી એરટેલે 1.3 મિલિયન એક્ટિવ યુઝર્સ ઉમેર્યા.
FD નહીં... આ છે રૂપિયાનો પહાડ બનાવનારી સ્કીમ, 99% લોકો નથી જાણતા જવાનીમાં શરૂ કરવાના 5 મોટા ફાયદા!
હવે 5Gના હિસાબે નક્કી થશે ટેરિફ
બ્રોકરેજ ફર્મ Jefferies અનુસાર, Jio અને Airtelના ગ્રાહકોમાં થઈ રહેલો ઝડપી વધારો અને વોડાફોન આઈડિયાના ગ્રાહકોના ઘટાડાને કારણે બજારમાં ટેરિફ વધારા માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. હવે આગામી વધારો 5Gના હિસાબે થશે. સાથે જ તે એકસરખું રહેશે નહીં, ડેટા વપરાશ, સ્પીડ અથવા સમયના આધારે વિવિધ કેટેગરીમાં કરી શકાય છે. નિષ્ણાતો માને છે કે, ટેલિકોમ કંપનીઓ મધ્યમ અને પ્રીમિયમ યુઝર્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી સામાન્ય ગ્રાહકો પર સીધી અસર ઓછી થઈ શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે