Home> Technology
Advertisement
Prev
Next

Modi Government હવે Whatsapp ને આપશે ટક્કર, તૈયાર કર્યું સ્વદેશી ઇન્સ્ટેન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ Sandes

વન ટૂ વન અને ગ્રુપ મેસેજિંગ, ફાઇલ અને મીડિયા શેરિંગ, ઓડિયો વીડિયો કોલ ઇ-ગર્વન્સ એપ્લિકેશન ઇંટીગ્રેશન વગેરે જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને આ ગૂગલ પ્લે સ્ટોર અને એપ્પ સ્ટોર પર ઉપલબ્ધ છે. 

Modi Government હવે Whatsapp ને આપશે ટક્કર, તૈયાર કર્યું સ્વદેશી ઇન્સ્ટેન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ Sandes

નવી દિલ્હી: રાજીવ ચંદ્રશેખરએ કહ્યું કે એનઆઇસી, ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના મંત્રાલયે ઇન્સ્ટેન્ટ મેસેજ પ્લેટફોર્મ માટે એક સ્વદેશી સમાધાન સેંડ્સ ડેવલોપ કરી છે. સેંડ્સ એક ખુલા સ્ત્રોત આધારિત, સુરક્ષિત, ક્લાઉડ સક્ષમ પ્લેટફોર્મ છે જેને સરકારી ઇંફ્રાસ્ટ્રક્ચર પર હોસ્ટ કરવામાં આવ્યું છે જેથી ટેક્નિકલ કંટ્રોલ ભારત સરકાર પાસે રહેશે.  
  
તેમાં વન ટૂ વન અને ગ્રુપ મેસેજિંગ, ફાઇલ અને મીડિયા શેરિંગ, ઓડિયો વીડિયો કોલ ઇ-ગર્વન્સ એપ્લિકેશન ઇંટીગ્રેશન વગેરે જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને આ ગૂગલ પ્લે સ્ટોર અને એપ્પ સ્ટોર પર ઉપલબ્ધ છે. 

fallbacks

Hospital ની લાલયાવાડીનો વીડિયો થયો વાયરલ, નર્સે કહ્યું 'આ પ્રાઇવેટ હોસ્પિટલ નથી થોડું એડજસ્ટ કરવુ પડે'

ફેસબુક, ટ્વિટર અને અન્ય વિદેશી સોશિયલ મીડિયા પર અંકુશ લગાવવા માટે સરકાર દ્વારા ઉપાય કરવામાં આવ્યા છે. તઆ પ્રશ્ન પર રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્ફોર્મેશન એક્ટ 2000 માં પરિભાષિત મધ્યસ્થ છે. યૂઝર્સ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જવાબદેહી સુનિશ્વિત કરવા માટે અને યૂઝર્સ સુરક્ષાને વધારવા માટે સરકારે આ અધિનિયમ હેઠળ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમ 2021 ને અધિસૂચિત કર્યા છે, જે સોશિયલ મીડિયા મધ્યસ્થો સહિત તમામ મધ્યસ્થો દ્વારા તત્પરતાનું અનુપાલન કરવાને વિનિર્ધારિત કરે છે. 

Sabarkantha: ગજબનો ગુસ્સો કહેવું પડે, સમસ્યાનું સમાધન ન થતાં શો રૂમ આગળ જ એક્ટિવાને સળગાવી દીધી
 
આ નિયમોમાં ફેસબુક, ટ્વિટર વગેરે જેવા મહત્વપૂર્ણ સોશિયલ મીડિયા ઇન્ટરમીડિયરીઝ દ્વારા અનુપાલન કરનાર વધારાની સાવધાની વર્તવાની પણ જોગવાઇ છે. 

દેશમાં 5જી સેવાઓને પણ હજુ શરૂ કરવામાં આવી નથી. એક પ્રશ્નના જવાબમાં રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે લોકસભામાં આ જાણકારી આપી છે. ટેલિકોમ પ્રોવાઇડર ભારતીય એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન આઇડિયા લિમિટેડ 27 મે 2021 ને તથા એમટીએનએલને 23 જૂન 2021 ને પરવાનગી આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More