Home> Technology
Advertisement
Prev
Next

માત્ર 2 લોકો પાસે છે ભારતની આ સૌથી મોંઘી કાર, જાણો ગાડીના ફીચર્સ અને કિંમત

Most Expensive Car: રોલ્ય રોયસ ફેન્ટમ VIII EWB લક્ઝરી કારમાં 6.75-લીટર ટ્વિન ટર્બોચાર્જ્ડ V12 એન્જિન મળે છે, જે 563 બીએચપીનો પાવર અને 900 એનએમનો ટાર્ક જનરેટ કરે છે.
 

માત્ર 2 લોકો પાસે છે ભારતની આ સૌથી મોંઘી કાર, જાણો ગાડીના ફીચર્સ અને કિંમત

Rolls-Royce Phantom VIII EWB: ભારતમાં લક્ઝરી કારોને પસંદ કરનાર લોકોની સંખ્યા ખૂબ વધુ છે. ફિલ્મી સ્ટાર્સ અને ઘણા ધનવાન લોકો વચ્ચે લક્ઝરી કારનો શોખ રહે છે. આવી એક કાર Rolls-Royce Phantom VIII EWB છે, જે ભારતમાં વેચાનાર સૌથી મોંઘી કારમાંથી એક છે. દરેક કોઈ આ ગાડીની કિંમત સાંભળી ચોંકી જાય છે. આવો જાણીએ આ કારની ખાસિયત, કિંમત અને ફીચર્સ વિશે જાણીએ.

fallbacks

Rolls-Royce Phantom VIII EWB ભારતમાં વેચારી સૌથી વધુ મોંઘી કારોમાંથી એક છે. તેની એક્સ-શોરૂમ કિંમત 12 કરોડ રૂપિયાની નજીક છે. આ કિંમત અલગ-અલગ કસ્ટમાઇઝેશન અને ફીચર્સના હિસાબથી વધુ રહે છે. સામાન્ય ફેન્ટમ મોડલથી વધુ લાંબી અને આરામદાયક છે. કાર ખાસ કરી તે લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે પાછળની સીટ પર બેસી સફર કરવાનું પસંદ કરે છે.

Rolls-Royce Phantom VIII EWB નું એન્જિન
રોલ્સ-રોયસ ફેન્ટમ VIII EWB લક્ઝરી કાર 6.75 લીટર ટ્વિન-ટર્બોચાર્જ્ડ V12 એન્જિન દ્વારા સંચાલિત છે, જે 563 બીએચપીનો પાવર અને 900 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. આ કારની અંદરનો માહોલ કોઈ 5 સ્ટાર હોટલના સુઇટથી ઓછો નથી. તેનું લાકડા, ચામડા અને ધાતુનું ફિનિશિંગ એટલું શાનદાર છે કે દરેક ખૂણો વૈભવી લાગે છે.

આ પણ વાંચોઃ ફુલ ટેંકમાં ચાલે છે 1000 KM, આ છે દેશની સૌથી વધુ માઇલેજ આપનારી કારો, કિંમત બસ આટલી

તેમાં વૈભવી ચામડાની સીટો, મસાજ ફંક્શન, લેસર લાઇટ્સ, ફોર-વ્હીલ સ્ટીયરિંગ અને "સ્ટારલાઇટ હેડલાઇનર" જેવી સુવિધાઓ શામેલ છે. તેને સંપૂર્ણપણે કસ્ટમાઇઝ પણ કરી શકાય છે, જેમ કે વાઇપર વાયોલેટ પેઇન્ટ ફિનિશ અને 5,500 સ્ટાર્સથી બનેલું "સ્ટારલાઇટ" કેબિન.

કયા લોકો પાસે છે રોલ્સ-રોયસની આ કાર?
ભારતમાં યોહાન પૂનાવાલા કારના સૌથી ચર્ચિત માલિક છે, જે એક મોટા કારોબારી અને કાર કલેક્ટર છે. તેની પાસે પહેલાથી ઘણી રોલ્સ રોયસ કારો છે. તેમની પાસે  Phantom VIII EWB છે, તેની કિંમત 22 કરોડ રૂપિયા છે. તેમની કારનો રંગ Bohemian Red છે, જે તેને ખાસ બનાવે છે. યોહાનની આ કારમાં 22 ઇંચના ખાસ ડિઝાઇનવાળા અલોય વ્હીલ્સ મળે છે, જેનું ઈન્ટીરિયર સંપૂર્ણ રીતે કસ્ટમાઇઝ્ડ છે.

બીજી કાર મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી પાસે છે, જેનો કલર Rose Quartz છે. તે ખૂબ યુનિક અને સ્ટાઇલિશ છે. આ કારની કિંમત 15 કરોડ રૂપિયાથી વધુ છે. તેમણે પોતાની કારને પસંદ પ્રમાણે કસ્ટમાઇઝ્ડ કરાવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More