Reliance Jio: જો તમે 365 દિવસની વેલિડિટીવાળો પ્લાન શોધી રહ્યાં છો, જેમાં તમને શાનદાર બેનિફિટ્સ અને અનલિમિટેડ ડેટા-કોલિંગનો ફાયદો મળે તો જિયોનો આ પ્લાન તમારા માટે છે. આ પ્લાનમાં તમારી બધી જરૂરીયાત પૂર્ણ થઈ જશે. રિલાયન્સ જિયો પોતાના યુઝર્સ માટે એકથી એક શાનદાર પ્લાન ઓફર કરે છે. જેમાં ગ્રાહકોને ડેટા, કોલિંગ અને એસએમએસનો ફાયદો મળે છે. આજે અમે તમને જિયોના 1 વર્ષની વેલિડિટી સાથે આવતા પ્લાનની જાણકારી આપીશું.
જિયોનો 3999 રૂપિયાવાળો પ્લાન
જિયોનો આ પ્લાન ફેનકોડની સાથે આવે છે. આ પ્લાનમાં યુઝર્સને 912.5 GB ડેટા મળે છે. એટલે કે તમે દરરોજ 2.5 જીબી ડેટાનો ઉપયોગ કરી શકો છો. જિયોના 3999 રૂપિયાના પ્લાનમાં તમને દરરોજ 100 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગનો લાભ મળી રહ્યો છે. આ પ્લાનમાં જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવશે.
આ પણ વાંચોઃ Best selling sedan cars: 34km ની માઇલેજ, 5 સ્ટાર રેટિંગ, આ 5 સેડાન કાર લેવા પડાપડી
3599 રૂપિયાવાળો પ્લાન
જિયોનો બીજો 365 દિવસની વેલિડિટીવાળો પ્લાન પણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ પ્લાનમાં તમને કુલ 912.5 GB ડેટા મળે છે. તમે દરરોજ 2.5 જીબી ડેટાનો ઉપયોગ કરી શકો છો. આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ અને એસએમએસનો ફાયદો મળશે. આ પ્લાનમાં તમને ઘણી વેબસાઇટથી શોપિંગ કરવા માટે કૂપન પણ મળી રહ્યાં છો. આ પ્લાનમાં પણ જિયો ટીવી, જિયો ક્લાઉડ સહિત અન્ય એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
આ સિવાય પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ 5જી ડેટાનો લાભ આપવામાં આવી રહ્યો છે. એટલે કે તમારા વિસ્તારમાં 5જી નેટવર્ક હોય તો તમે તેનો લાભ ઉઠાવી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે