Home> Technology
Advertisement
Prev
Next

... આખરે WhatsApp પર આવ્યું યૂઝર્સ માટે કમાલનું ફીચર, જેની લોકોને આશા હતી, હવે કોઈ ખતરો જ નહીં

વોટ્સએપ ડેવલોપમેન્ટને ટ્રેક કરનાર સાઈટ WABetaInfoએ પુષ્ટિ કરી છે કે યૂઝર્સને WhatsApp Android ના વર્ઝન 2.21.23.14માં નવા માય કોન્ટેક્ટ (My Contacts Except) ફીચર મળી રહ્યું છે.

... આખરે WhatsApp પર આવ્યું યૂઝર્સ માટે કમાલનું ફીચર, જેની લોકોને આશા હતી, હવે કોઈ ખતરો જ નહીં

નવી દિલ્હી: WhatsApp Facebook ની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp તેના વપરાશકર્તાઓના શ્રેષ્ઠ અનુભવ અને ગોપનીયતાનું ખૂબ ધ્યાન રાખે છે. કંપનીએ યુઝર્સ માટે એક નવું પ્રાઈવસી ફીચર લોન્ચ કર્યું છે, જે યુઝર્સને વધુ કંટ્રોલ ઓફર કરશે. આ લેટેસ્ટ વોટ્સએપ ફીચર WhatsApp Feature નું નામ છે માય કોન્ટેક્ટ્સ સિવાય (My Contacts Except). આ ફીચર શું છે, ચાલો તમને આ વિશે વિગતવાર માહિતી આપીએ.

fallbacks

એક ટેક વેબસાઈટના અહેવાલ પ્રમાણે વોટ્સએપ ડેવલોપમેન્ટને ટ્રેક કરનાર સાઈટ WABetaInfoએ પુષ્ટિ કરી છે કે યૂઝર્સને WhatsApp Android ના વર્ઝન 2.21.23.14માં નવા માય કોન્ટેક્ટ (My Contacts Except) ફીચર મળી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ હવે કંટ્રોલ કરી શકશે કે કોણ છેલ્લો સીન, સ્ટેટસ, પ્રોફાઈલ ફોટો અને ડિસ્ક્રીપ્શનને જોઈ શકશે.

WhatsApp My Contacts Except: જુઓ વિકલ્પ ક્યાંથી મળશે
આ નવું ફીચર તમને વોટ્સએપના પ્રાઈવસી સેટિંગ્સમાં જોવા મળશે, તે હવે એપમાં ચોથો વિકલ્પ હશે કારણ કે એપમાં પહેલાથી જ ત્રણ ઓપ્શન હતા જેમ કે એવરીવન  Everyone, માય કોન્ટેક્ટ્સ અને નોબડી. પરંતુ હવે જે યુઝર્સ સાથે તમે છેલ્લે જોયેલું સ્ટેટસ, પ્રોફાઈલ ફોટો અને ડિસ્ક્રીપ્શન શેર કરવા નથી માંગતા, તે યુઝર્સ માટે માય કોન્ટેક્ટ એક્સેપ્ટ ઓપ્શન સિલેક્ટ કરો.

LICની આ સ્કીમમાં એકવાર રોકાણ કરશો તો જીવો ત્યાં સુધી મળશે વાર્ષિક 74,300 રૂપિયા પેન્શન

જો તમે કોઈ કોન્ટેક્ટથી તમારું લાસ્ટ સીન છુપાવવો છો તો તમે પણ તેનું લાસ્ટ સીન જોઈ શકશો નહીં, પરંતુ આ નિયમ About અને પ્રોફાઇલ ફોટો માટે લાગુ પડતો નથી. WABetaInfoના અન્ય એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે WhatsApp બીટા યુઝર્સને નવું અપડેટ મળવાનું શરૂ થઈ ગયું છે. અપડેટ ઈન્ફોર્મેશન સેક્શન માટે અપડેટ નવા યૂઝર ઈન્ટરફેસ લઈને આવ્યું છે. તમને જણાવી દઈએ કે હાલ આ ફીચર અત્યારે બીટા તબક્કામાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More