Home> Technology
Advertisement
Prev
Next

આવી ગયું Facebookનું નવું ફીચર Quite Mode, જાણો કેવી રીતે કરશે કામ

સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુક (Facebook) એ યૂઝર્સ માટે નવો ક્વાઇટ મોડ (Quite Mode) ફીચર અપડેટ કર્યું છે. આ ફીચર યૂઝર્સને દુનિયાના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપોતાનો ટાઇમ મેનેજ કરવામાં મદદ કરશે.

આવી ગયું Facebookનું નવું ફીચર Quite Mode, જાણો કેવી રીતે કરશે કામ

નવી દિલ્હી: સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુક (Facebook) એ યૂઝર્સ માટે નવો ક્વાઇટ મોડ (Quite Mode) ફીચર અપડેટ કર્યું છે. આ ફીચર યૂઝર્સને દુનિયાના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપોતાનો ટાઇમ મેનેજ કરવામાં મદદ કરશે. ફીચરની મદદથી એક જ સમય પર તમામ નોટિફિકેશન્સને મ્યૂટ કરી શકાય છે. હાલ ફીચર ફક્ત  iOS યૂઝર્સ માટે અપડેટ કરવામાં આવ્યું છે. મે 2020થી આ ફીચર એંડ્રોઇડ યૂઝર્સ માટે પણ રોલ આઉટ થઇ જશે. 

fallbacks

Quite Mode ફીચરને ઇનેબલ કરીને યૂઝર્સ ફેસબુક પર આવનાર પુશ નોટિફિકેશન્સને મ્યૂટ કરી શકશે. પરંતુ પ્રાઇવેસી અપડેટ નોટિફિકેશન અને જરૂરી એલર્ટ્સ મ્યૂટ કરી શકશે નહી. ફેસબુકના અનુસાર યૂઝર્સ પોતાની મરજીથી Quite Modeને શરૂ અથવા બંધ કરી શકશે. તેને શેડ્યૂલ પણ કરી શકાશે. 

Quite Modeમાં યૂઝર્સને એક શેડ્યૂલ સેટ કરવાનું હશે. મોડ એક્ટિવ થયા બાદ ફેસબુક એપમાં નવા મેસેજથી માંડીને બીજી વસ્તુઓના નોટિફિકેશન મ્યૂટ થઇ જશે. આ ફીચરદ વારા એ પણ જાણી શકાશે કે યૂઝરે કેટલો સમય ફેસબુક પર પસાર કર્યો છે અને તે પણ શું કરતા. ક્વાઇટ મોડ દરમિયાન તમે ફેસબુકનો વધુ ઉપયોગ કરી શકશો નહી. 

કેવી રીતે કામ કરશે ફીચર
સૌથી પહેલાં ફેસબુક એકાઉન્ટ પર જાવ. ત્યારબાદ મેન મેન્યૂમાં જઇ સેટીંગમાં જઇ Settings and Privacy પર ટેપ કરો. પછી Your Time on Facebook પર ટેપ કરી Manage your Time પર ટેપ કરો. અહીં બે ઓપ્શન દેખાશે. તેમાં પ્રથમ Quiet Mode હશે અને બીજું Scheduled Quiet Mode હશે. Quiet Modeમાં એપ પર બ્લોક એક્ટિવેટ કરી શકાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More