Home> Technology
Advertisement
Prev
Next

કોરોનાકાળમાં ટેક કંપનીનો વધુ એક નવો આવિષ્કાર, ખુબ જ કામની છે આ સ્માર્ટવૉચ, જાણી લો ફીચર્સ

NoiseFit Caliberમાં 1.69 ઈંચની HD સ્ક્રિન આપવામાં આવી છે. આ ફુલ ટચ LCD સ્ક્રિન છે. આમાં 150થી વધુ કસ્ટમાઈઝેબલ અને ક્લાઉડ બેઝ્ડ વોચ ફેસ આપવામાં આવ્યા છે. આ વોચમાં 60 સ્પોર્ટ્સ મોડ પણ આપવામાં આવ્યા છે.

કોરોનાકાળમાં ટેક કંપનીનો વધુ એક નવો આવિષ્કાર, ખુબ જ કામની છે આ સ્માર્ટવૉચ, જાણી લો ફીચર્સ

નવી દિલ્હી: Noise પોતાના ઓડિયો પ્રોડક્ટ્સ અને વિયરેબલ્સ માટે જાણીતી બ્રાંડ છે. હવે આ કંપનીએ તેની નવી સ્માર્ટવોચ લોન્ચ કરી છે. કંપનીએ આને NoiseFit Caliber નામ આપ્યું છે. આ કંપનીની એફોર્ડેબલ સ્માર્ટવોચ છે. આમાં અનેક પ્રકારના ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે.

fallbacks

NoiseFit Caliberમાં 1.69 ઈંચની HD સ્ક્રિન આપવામાં આવી છે. આ ફુલ ટચ LCD સ્ક્રિન છે. આમાં 150થી વધુ કસ્ટમાઈઝેબલ અને ક્લાઉડ બેઝ્ડ વોચ ફેસ આપવામાં આવ્યા છે. આ વોચમાં 60 સ્પોર્ટ્સ મોડ પણ આપવામાં આવ્યા છે.

fallbacks

આ સ્માર્ટવોચ 24*7 હાર્ટ રેટ મોનિટર, SpO2 મોનિટરિંગ અને બોડી ટેમ્પરેચર મોનિટરિંગ સાથે આવે છે. આ માટે આમાં ડેડિકેટેડ સેન્સર્સ આપવામાં આવ્યા છે. ફિલ્પકાર્ટ લિસ્ટિંગ મુજબ આમાં 3 એક્સિસ accelerometer આપવામાં આવ્યા છે.

fallbacks

Fonearenaની રિપોર્ટ મુજબ આ વોચની બોડી પોલિકાર્બોનેટથી બનેલી છે, જો કે તે મેટલ જેવી દર્શાય છે. આમાં સ્ટ્રેસ અને સ્લીપ ટ્રેકિંગ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. આ વોચમાં Menstrual Cycle ટ્રેકિંગનું પણ ફીચર આપવામાં આવ્યું છે.

fallbacks

વોચમાં વોટર રેસિસ્ટન્સ માટે આમાં IP68 રેટિંગ આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જમાં આ વોચને બેટરી 15 દિવસ સુધી ચાલશે. Noise ColorFit Caliberને બ્લેક, ગ્રીન, રેડ અને વ્હાઈટ કલર ઓપશનમાં લોન્ચ કરવામાં આવી છે.

fallbacks

આ વોચની સેલ 6 જાન્યુઆરીના બપોરે 12 વાગ્યે શરૂ થશે. શરૂઆતી સેલમાં તમે Noise ColorFit Caliber વોચને સસ્તામાં ખરીદી શક્શો. કંપની હાલ વોચને ફ્લિપકાર્ટ પર 1999 રૂપિયાની ઈન્ટ્રોડક્ટરી પ્રાઈસ પર વેચી રહી છે. જે બાદ તેની કિંમત 3999 થઈ જશે. 

fallbacks

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More