Home> Technology
Advertisement
Prev
Next

Nokia 6.1 Plus યૂઝર માટે સારા સમાચાર, સ્માર્ટફોનમાં લેટેસ્ટ Android 10 મળવાનું શરૂ

સ્માર્ટફોન નિર્માતા કંપની નોકિયા (NOKIA)એ પોતાના 2018ના નોકિયા 6.1 પ્લસ (Nokia 6.1 Plus) ફોનને એન્ડ્રોઇડ 10 (Android 10)માં અપડેટ કર્યું છે. તાજેતરમાં જ કંપનીએ પોતાના નોકિયા 7.1, નોકિયા 8.1 અને નોકિયા 9 પ્યોરવ્યૂને પણ એન્ડ્રોઇડ 10 માટે અપડેટ કર્યું હતું. સ્માર્ટફોન મેકર કંપનીએ સોમવારે ટ્વિટક અર્યું કે નોકિયા 6.1 પ્લસ યૂડર્સ, હવે તૈયાર છે? તમારો ફોન હવે લેટેસ્ટ એન્ડ્રોઇડ 10 અપડેટ પર ચાલી રહ્યો છે. પોતાના સ્માર્ટફોનને અપડેટ એક્સપીરિયન્સમાં ટેપ કરો અને આજે લેટેસ્ટ સુવિધાઓ સુધી એક્સેસ મેળવો. શું તમે પહેલાં જ અપગ્રેડ કરી ચૂક્યા છો? 

Nokia 6.1 Plus યૂઝર માટે સારા સમાચાર, સ્માર્ટફોનમાં લેટેસ્ટ Android 10 મળવાનું શરૂ

નવી દિલ્હી: સ્માર્ટફોન નિર્માતા કંપની નોકિયા (NOKIA)એ પોતાના 2018ના નોકિયા 6.1 પ્લસ (Nokia 6.1 Plus) ફોનને એન્ડ્રોઇડ 10 (Android 10)માં અપડેટ કર્યું છે. તાજેતરમાં જ કંપનીએ પોતાના નોકિયા 7.1, નોકિયા 8.1 અને નોકિયા 9 પ્યોરવ્યૂને પણ એન્ડ્રોઇડ 10 માટે અપડેટ કર્યું હતું. સ્માર્ટફોન મેકર કંપનીએ સોમવારે ટ્વિટક અર્યું કે નોકિયા 6.1 પ્લસ યૂડર્સ, હવે તૈયાર છે? તમારો ફોન હવે લેટેસ્ટ એન્ડ્રોઇડ 10 અપડેટ પર ચાલી રહ્યો છે. પોતાના સ્માર્ટફોનને અપડેટ એક્સપીરિયન્સમાં ટેપ કરો અને આજે લેટેસ્ટ સુવિધાઓ સુધી એક્સેસ મેળવો. શું તમે પહેલાં જ અપગ્રેડ કરી ચૂક્યા છો? 

fallbacks

લેટેસ્ટ અપડેટ ડિસેમ્બર 2019 એન્ડ્રોઇડ સિક્યોરિટી પેચની સાથે થઇ છે અને તેમાં ડાર્ક મોડ જેસ્ચર નેવિગેશન અને સ્માર્ટ રિપ્લાઇ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. નોકિયા 6.1 યૂઝર્સ સેટિંગ્સ દ્વારા અપડેટની તપાસ કરી શકો છો. તેના માટે તેમને પહેલાં સેટિંગ્સના વિકલ્પ પર જવું પડશે. ત્યારબાદ અબાઉટ ફોન પર ક્લિક કરીને સિસ્ટમ અપડેટ અને ચેક ફોર રેગુલર પર ક્લિક કરી સ્માર્ટફોનને અપડેટ કરી શકાય.

સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ સ્માર્ટફોન ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 636 પ્રોસેસર, 4જીબી અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ અને માઇક્રો એસડી સપોર્ટ સાથે આવે છે. ફોનમાં 3,060 એમએચએએચની બેટરી છે જે ક્વિક ચાર્જ 3.0 ટેક્નોલોજી સાથે આવે છે. 

નોકિયા 6.1 પ્લસ ફોનમાં ફ્રન્ટ કેમેરો 16 મેગાપિક્સલ (16MP), જ્યારે રિયરમાં 16MP + 5MP કેમેરા છે. હાલ આ સ્માર્ટફોન Android 8.1 ઓપરેટિંગ સિસ્ટમ બેસ્ડ છે. તેની ડિસ્પ્લે 5.8 ઇંચ છે. કંપનીએ આ ફોનને જુલાઇ 2018માં લોન્ચ કર્યો હતો. ફ્લિપકાર્ટ પર આ સ્માર્ટફોનની કિંમત 8999 રૂપિયા છે. આ સ્માર્ટફોન બ્લેક, બ્લ્યૂ, અને વ્હાઇટ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. આ ફોનમાં ગોરિલ્લા ગ્લાસનું પ્રોટેક્શન પણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More