Home> Technology
Advertisement
Prev
Next

આ તારીખે લોન્ચ થઇ શકે છે Nokia 7.2, જાણો લીક ફીચર્સ

ફીનલેંડની સ્માર્ટૅફોન મેકર HMD ગ્લોબલ ખૂબ જલદી મોસ્ટ અવેટેડ Nokia 6.2 અને Nokia 7.2 પરથી પડદો ઉઠાવશે. ટિપ્સર નોકિયા પાવર યૂઝરના અનુસાર 5 સપ્ટેમ્બર 2019ના રોજ બંને સ્માર્ટફોન બર્લિનમાં લોન્ચ કરવામાં આવશે. આ વર્ષે IFA 2019નું આયોજન બર્લિનમાં કરવામાં આવ્યું છે.

આ તારીખે લોન્ચ થઇ શકે છે Nokia 7.2, જાણો લીક ફીચર્સ

નવી દિલ્હી: ફીનલેંડની સ્માર્ટૅફોન મેકર HMD ગ્લોબલ ખૂબ જલદી મોસ્ટ અવેટેડ Nokia 6.2 અને Nokia 7.2 પરથી પડદો ઉઠાવશે. ટિપ્સર નોકિયા પાવર યૂઝરના અનુસાર 5 સપ્ટેમ્બર 2019ના રોજ બંને સ્માર્ટફોન બર્લિનમાં લોન્ચ કરવામાં આવશે. આ વર્ષે IFA 2019નું આયોજન બર્લિનમાં કરવામાં આવ્યું છે. 6 સપ્ટેમ્બરથી આ કાર્યક્રમની શરૂઆત થઇ રહી છે. ઘણા રિપોર્ટ્સમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે આ બંને સ્માર્ટફોન ઉપરાંત Nokia 5.2 અને Nokia 110 ને પણ લોન્ચ કરવામાં આવી શકે છે. 

fallbacks

અત્યાર સુધી લીક રિપોર્ટ્સ અનુસાર આ બંને સ્માર્ટફોનમાં 48 મેગાપિક્સલનો રિયર કેમેરા સેટઅપ થશે. Nokia 7.2 માં ઓક્ટાકોર SoC પ્રોસેસર હશે. તેની રેમ 6જીબી હશે. પ્રોસેસરમાં કયુ SoC લાગેલું હશે તેને લઇને કોઇપણ પ્રકારની જાણકારી નથી. જોકે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે Snapdragon 660 અથવા Snapdragon 710 પ્રોસેસર લાગેલુ છે. તેની સ્ક્રીન 6.18 ઇંચની હશે. તેને 4GB+64GB અને 6GB+128GB ના બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી શકે છે. 

Nokia 6.2 ના સ્પેસિફિકેશન્સ
તેની AMOLED ડિસ્પ્લે 6 ઇંચની ફૂલ એચડી હશે. હોલ પંચ 13 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા લાગેલો હશે. 20MP+8MP+5MP નો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ હશે. આ સ્માર્ટફોનમાં સ્નૈપડ્રૈગન 660 SoC હોઇ શકે છે. રેમ 6જીબી અને ઇન્ટરનલ મેમરી 64જીબી હશે. તેની બેટરી 3300mAh ની હશે. બે વેરિએન્ટ હોઇ શકે છે જેની કિંમત 12 થી 15 હજાર વચ્ચે કોઇ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More