Home> Technology
Advertisement
Prev
Next

પેટ્રોલના ખર્ચ પર આવી રીતે મુકો ફૂલ સ્ટોપ, આ બાઇકને કરો ફૂલ ચાર્જ અને ચલાવો 200 KM સુધી

ભારતમાં ઇલેક્ટ્રિક વાહન હવે ઝડપથી ટ્રેંડમાં આવવા લાગ્યા છે. ખાસકરીને ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહન. આ ના ફક્ત વ્યાજબી છે, પરંતુ વારંવાર પેટ્રોલ પર પૈસા ખર્ચ કરવાની ઝંઝટને પણ ખતમ કરી દે છે. ભારતમાં દર બીજા દિવસે કોઇને કોઇ સ્ટાર્ટઅપ પોતાનું ઇલેક્ટ્રિક ટુ વ્હીલર લઇને માર્કેટમાં આવે છે.

પેટ્રોલના ખર્ચ પર આવી રીતે મુકો ફૂલ સ્ટોપ, આ બાઇકને કરો ફૂલ ચાર્જ અને ચલાવો 200 KM સુધી

નવી દિલ્હી: ભારતમાં ઇલેક્ટ્રિક વાહન હવે ઝડપથી ટ્રેંડમાં આવવા લાગ્યા છે. ખાસકરીને ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહન. આ ના ફક્ત વ્યાજબી છે, પરંતુ વારંવાર પેટ્રોલ પર પૈસા ખર્ચ કરવાની ઝંઝટને પણ ખતમ કરી દે છે. ભારતમાં દર બીજા દિવસે કોઇને કોઇ સ્ટાર્ટઅપ પોતાનું ઇલેક્ટ્રિક ટુ વ્હીલર લઇને માર્કેટમાં આવે છે. તેમાંથી એક છે ઓબેન ઇલેક્ટ્રિક (Oben Electric) જે દેશમાં ઇલેક્ટ્રિક મોટરસાઇકલ લઇને આવી છે. જોરદાર લુકવાળી આ ઇ બાઇકનું નામ ઓબેન રોર (Oben Rorr) છે, આ ઉપરાંત કંપની 2022 ના અંત સુધી માર્કેટમા6 3 અન્ય મોડલ પણ લોન્ચ કરવાની છે. ફેમ 2 અને સ્ટેટ સબસિડીને જોડતાં ઇલેક્ટ્રિક બાઇક મહારાષ્ટ્રમાં 99,999 રૂપિયામાં મળશે. 

fallbacks

બાકી શહેરોમાં ઇ-બાઇકની કિંમત
દિલ્હીમાં Oben Rorr ની કિંમત 1.03 લાખ રૂપિયા છે, તો બીજી તરફ ગુજરાતમાં તેની કિંમત 1.05 લાખ રૂપિયા છે, રાજસ્થાનમાં 1.15 લાખ, કર્ણાટક અને તેલંગાણામાં 1.25 લાખ રૂપિયા રાખવામાં આવી છે. કંપની 18 માર્ચથી ઓબેન ઇલેક્ટ્રિક મોટરસાઇકલનું બુકિંગ શરૂ કરવાની છે અને ફક્ત 999 રૂપિયા આપીને તમે રોર ઘર લઇ જઇ શકો છો. કંપની જુલાઇ 2022 થી ગ્રાહકોને ઇલેક્ટ્રિક બાઇક સોંપવાની શરૂ કરશે. શાનદાર ડિઝાઇન અને સ્ટાઇલવાળી બાઇક એલઇડી હેન્ડલેપ સાથે જોડાયેલ ગોળ એલઇડી ડીઆરએલ, સ્પ્લિટ સીટ્સ, વધેલો પાછળનો ભાગ અને પાછળના મુસાફર માટે બે ભાગમાં વહેંચાયેલી ગ્રેબ રેલ્સ આપવામાં આવી છે.  

VIDEO: BSF ના જવાનોએ કરી કમાલ, માત્ર 1 મિનિટ 57 સેકન્ડમાં Gypsy ના સ્પેરપાર્ટ અલગ કરી ફરીથી એસેમ્બલ કર્યા

સિંગલ ચાર્જમાં દોડશે 2000 કિમી
ઓબેનનો દાવો છે કે ફક્ત 3 સેકન્ડમાં બાઇક 0-40 કિમી/કલાક ગતિ પકડી લે છે, તો બીજી તરફ ટોપ સ્પીડ 100 કિમી/પ્રતિ કલાક જણાવવામાં આવી રહી છે. કંપનીએ દાવો પણ કર્યો છે કે એકવાર ફૂલ ચાર્જ કરતાં 200 કિમી સુધી ચલાવી શકાય છે. બાઇકની રેંજ તેને ચલાવવા પર નિર્ભર કરે છે. હકિકતમાં મોડ મુજબ ઓબેન રોરને 100-150 કિમી સુધી ચલાવી શકાય છે. બાઇકની સાથે ત્રણ રાઇડીંગ મોડ આપવામાં આવ્યા છે. બેટરીને ઠંડી રાખવા માટે આ બાઇકને ટેક્નોલોજી આપવામાં આવી છે. અહીં 4.4 કિલોવોટ-આર બેટરી પેક મળે છે જે આઇ67 રેટિંગવાળી છે. 

સિંગલ ચાર્જમાં 500 KM ચાલશે બિલકુન નવી TATA Curvv EV, સુંદર કૂપે સ્ટાઇલની કાર

જોરદાર ફીચર્સ સાથે આવી
ઓબેન રોરના આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ અને પાછળના ભાગમાં મોનોશોક સસ્પેંશન આપવામાં આવ્યા છે. બાઇકના બે વ્હીલમાં ડિસ્ક બ્રેક આપવામાં આવ્યા છે, પરંતુ કંપની આ સાથે જ એબીએસ આપવાનું ચૂકી ગઇ છે. બાકી ફીચર્સમાં એલસીડી ઇંસ્ટ્રુમેન્ટ કલ્સ્ટર અને એપ દ્રારા સ્માર્ટફોન કનેક્ટિવિટી સામેલ છે. આ બાઇકનો કુલભાર 130 કિગ્રા છે અને ઝડપથી ગતિ પકડવા માટે બેટરી આ બાઇકને 62 એનએમ પીક ટોર્ક પહોંચાડે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More