Ola Holi Flash Sale : હોળીનો તહેવાર ફક્ત રંગોનો જ તહેવાર નહીં પણ ઑફર્સ અને બચતનો પણ છે. જો તમે આ વખતે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. ઓલા ઇલેક્ટ્રિકે હોળીના અવસર પર તેના S1 રેન્જના ઇલેક્ટ્રિક સ્કૂટર પર બમ્પર ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે.
ઓલા ઇલેક્ટ્રિકે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સેલ હેઠળ, ગ્રાહકો S1 Air પર 26,750 રૂપિયા સુધી અને S1X+ પર 22,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ મોડેલોની કિંમત હવે અનુક્રમે 89,999 રૂપિયા અને 82,999 રૂપિયાથી શરૂ થાય છે.
ફ્લેશ સેલ 13 માર્ચથી શરૂ થશે અને 17 માર્ચે સમાપ્ત થશે. આ ઉપરાંત, કંપની તેની S1 Gen 3 રેન્જના તમામ સ્કૂટર પર 25,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.
ભારતમાં રેકોર્ડ તોડ વેચાતી 5 સૌથી સસ્તી CNG Cars, કિંમત 5.74 લાખથી શરૂ
દરેક બજેટમાં સ્કૂટર ઉપલબ્ધ
S1 Gen-2 અને Gen-3 બંને સાથે, કંપની પાસે 69,999 રૂપિયાથી 1,79,999 રૂપિયા સુધીના તમામ ભાવે સ્કૂટર્સનો પોર્ટફોલિયો છે. ઓલા ઇલેક્ટ્રિકે જણાવ્યું હતું કે તે 10,500 રૂપિયા સુધીના લાભો પણ આપી રહી છે. S1 Gen 2 સ્કૂટરના નવા ખરીદદારો રૂપિયા 2,999 ની કિંમતે એક વર્ષનું મફત Move OS+ અને રૂપિયા 7,499 ની કિંમતે રૂપિયા 14,999 ની વિસ્તૃત વોરંટી મેળવી શકે છે.
Gen-3 પોર્ટફોલિયોમાં ફ્લેગશિપ S1 Pro+ 5.3 kWh અને 4 kWhનો સમાવેશ થાય છે. તેમની કિંમત અનુક્રમે રૂપિયા 1,85,000 અને રૂપિયા 1,59,999 છે. 4 kWh અને 3 kWh બેટરી વિકલ્પોમાં ઉપલબ્ધ, S1 Pro ની કિંમત અનુક્રમે 1,54,999 રૂપિયા અને 1,29,999 રૂપિયા છે.
S1 X શ્રેણીની કિંમત 2 kWh માટે 89,999 રૂપિયા, 3 kWh માટે 1,02,999 રૂપિયા અને 4 kWh માટે 1,19,999 રૂપિયા છે, જ્યારે S1 X+ 4 kWh બેટરી સાથે ઉપલબ્ધ છે અને તેની કિંમત 1,24,999 રૂપિયા છે.
ટાટા પંચ પાસેથી છીનવાયો નંબર-1 નો તાજ, ₹8 લાખની આ SUV એ બધાને ચટાવી ધૂળ
તમને વધારાના લાભો પણ મળશે
આ હોળી ઓફર હેઠળ ગ્રાહકોને માત્ર ડિસ્કાઉન્ટ જ નહીં પરંતુ વધારાના લાભો પણ આપવામાં આવી રહ્યા છે. S1 Gen 2 ના નવા ખરીદદારોને 1 વર્ષ માટે મફત Move OS+ મળશે. 14,999 રૂપિયાની એક્સટેન્ડેડ વોરંટી ફક્ત 7,499 રૂપિયામાં મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે