Home> Technology
Advertisement
Prev
Next

OMG! બજારમાં આવ્યું સોનાનું TV, કરોડોમાં છે કિંમત


તેની ખાસ વાત છે કે 100 ઇંચનું આ ટીવી વોટરપ્રૂફ છે. 

OMG! બજારમાં આવ્યું સોનાનું TV, કરોડોમાં છે કિંમત

નવી દિલ્હીઃ તમે ટીવી તો ઘણા જોયા હશે પરંતુ શું તમે ક્યારેય 24 કેરેટ ગોલ્ડ વાળું ટીવી જોયું છે? હાલમાં બ્રિટનની કંપનીએ એક આવું ટીવી લોન્ચ કર્યું છે. તમને જણાવી દઈએ કે આ ટીવી એક્વાવિઝન (Aquavision) નામની બ્રિટિશ કંપનીએ બનાવ્યું છે. આ કંપની લગ્ઝરી ટીવી બનાવે છે. કંપનીએ હેરોડ્સ નામના એક નાઇટસબ્રિજ સ્ટોરમાં સોનાથી મઢાયેલું આ ટીવી વેચાણ માટે રાખ્યું છે. 

fallbacks

આ છે તેના ફીસર
આ ટીવી ન માત્ર સોનાથી બન્યું છે, પરંતુ તેના સ્પેસિફિકેશન્સ પણ શાનદાર છે. તેમાં એલસીડી સ્ક્રિન (LCD Screen) લાગેલી છે. તેની સૌથી ખાસ વાત છે કે આ 100 ઇંચનું ટીવી વોટરપ્રૂફ છે. આ સાથે તેમાં 4k ડિફિનિશન છે જે શાનદાર અને ક્લિયર તસવીરોને અનુભવ આપે છે. આ ટીવીની સાઉન્ડ સિસ્ટમ પણ દમદાર છે. 

ધનવાનો માટે છે આ ટીવી
આ ટીવીની કિંમત 1,08,000 પાઉન્ડ ગણાવવામાં આવી રહી છે, જેનો મતલબ છે કે ભારતીય રૂપિયા પ્રમાણે તેની કિંમત લગભગ 1 કરોડ હશે. આ ટીવી ધનવાનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. તમે તે કહી શકો કે પહેલા જ્યાં ટેકનિકની બોલબાલા હતી હવે ત્યાં પ્રગતિનો સમય છે. લોકો હવે ટેક્નોલોજીમાં એડવાન્સમેન્ટ શોધવાની સાથે પોતાનું સ્ટાન્ડર્ડ પણ મેનટેન રાખવાનું પસંદ કરે છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More