Home> Technology
Advertisement
Prev
Next

જબરદસ્ત ડીલ! 10 હજાર રૂ સસ્તામાં ખરીદો OnePlus નો શાનદાર 5G સ્માર્ટફોન


શાનદાર ડીલ આવી ગઈ છે. વનપ્લસ 9 પ્રો 5G પર મળનાર આ ઓફર ફોનના બે વેરિએન્ટ (8જીબી+128જીબી અને 12જીબી+256જીબી) પર ઉપલબ્ધ છે. જો તમે ફોનને એક્સચેન્જ ઓફર હેઠળ ખરીદો છો તો તમને 19950 રૂપિયા સુધીનો વધારાનો ફાયદો થઈ શકે છે. 

જબરદસ્ત ડીલ! 10 હજાર રૂ સસ્તામાં ખરીદો OnePlus નો શાનદાર 5G સ્માર્ટફોન

નવી દિલ્હીઃ વનપ્લસના 5G સ્માર્ટફોન OnePlus 9 Pro પર શાનદાર ડીલ મળી રહી છે. એમેઝોન ઈન્ડિયા પર ફોનને તમે 10 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટની સાથે ખરીદી શકો છો. 10 હજાર રૂપિયાની આ છૂટમાં 5 હજાર રૂપિયાનું કૂપન ડિસ્કાઉન્ટ અને  ICICI બેન્કના ક્રેડિટ/ડેવિડ કાર્ડથી પેમેન્ટ કરવા પર મળનાર 5 હજારનું તત્કાળ ડિસ્કાઉન્ટ સામેલ છે. 

fallbacks

વનપ્લસ 9 પ્રો 5G પર મળનાર આ ઓફર ફોનના બે વેરિએન્ટ (8જીબી+128જીબી અને 12જીબી+256જીબી) પર ઉપલબ્ધ છે. જો તમે ફોનને એક્સચેન્જ ઓફર હેઠળ ખરીદો છો તો તમને 19950 રૂપિયા સુધીનો વધારાનો ફાયદો થઈ શકે છે. ફોનને તમે આકર્ષક નો-કોસ્ટ ઈએમઆઈ પર પણ ખરીદી શકો છો.

વનપ્લસ 9 પ્રો 5G ના ફીચર અને સ્પેસિફિકેશન
ફોનમાં કંપની 3216x1440 પિક્સલ રેઝોલૂશનની સાથે 6.7 ઇંચની LTPO ફ્લૂઇડ AMOLED LTPO ડિપ્લ્સે આપી રહી છે. આ ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ અને 20.1:9 ના આસ્પેક્ટ રેશિયોની સાથે આવે છે. વનપ્લસનો આ ફોન 8જીબી અને 12 જીબી રેમ વિકલ્પમાં હાજર છે. 256જીબી સુધીના ઇન્ટરનલ સ્ટોરેજવાળા આ ફોનમાં પ્રોસેસર તરીકે ક્વાલકોમ સ્નેપડ્રેગન 888 ચિપસેટ આપવામાં આવી છે. 

આ પણ વાંચોઃ દરરોજ 5 રૂપિયાથી ઓછો ખર્ચ, Reliance Jio ના આ સસ્તા પ્લાનના જબરદસ્ત ફાયદા

ફોટોગ્રાફી માટે આ ફોનમાં એલઈડી ફ્લેશની સાથે ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 48 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરાની સાથે એક 50 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એન્ગલ કેમેરો, એક 8 મેગાપિક્સલનો ટેલિફોટોકેમેરો અને એક 2 મેગાપિક્સલનો મોનોક્રોમ લેન્સ આપવામાં આવ્યો છે. તો સેલ્ફી માટે ફોનમાં તમને 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો મળશે. 

ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરથી લેસ આ ફોનમાં  4500mAh ની બેટરી આપવામાં આવી છે. આ બેટરી વોર્પ ચાર્જ 65T ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે. આ સિવાય ફોનમાં તમને 50 વોટનો વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ પણ મળશે. ઓએસની વાત કરીએ તો આ ફોન એન્ડ્રોયડ 11 પર બેસ્ડ OxygenOS પર કામ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More