Home> Technology
Advertisement
Prev
Next

આવી ગઇ નવી OnZoom એપ, ઓનલાઇન પૈસા કમાવવામાં કરશે તમારી મદદ

એ વાત તો સાચી છે કે પ્રકારે કોરોના વાયરસ આપણી આસપાસ ફેલાયેલો છે. સ્થિતિ સામાન્ય થવામાં ઘણો સમય લાગશે. ડર એટલો વધુ છે કે જિમ, ક્લબ અને કોઇ પબ્લિક ગેધરિંગમાં જવાનું દરેક જણ ટાળી રહ્યા છે.

આવી ગઇ નવી OnZoom એપ, ઓનલાઇન પૈસા કમાવવામાં કરશે તમારી મદદ

નવી દિલ્હી: એ વાત તો સાચી છે કે પ્રકારે કોરોના વાયરસ આપણી આસપાસ ફેલાયેલો છે. સ્થિતિ સામાન્ય થવામાં ઘણો સમય લાગશે. ડર એટલો વધુ છે કે જિમ, ક્લબ અને કોઇ પબ્લિક ગેધરિંગમાં જવાનું દરેક જણ ટાળી રહ્યા છે. એવામાં જે લોકોની રોજી રોટી ફિટનેસ, ટ્રેનિંગ, ટીચિંગ ડીજે અને કોઇ કંસર્ટથી ચાલે છે, તેમની પરેશાની વધી ગઇ છે. હવે તે લોકોએ ધ્યાનમાં રાખીને વીડિયો મીટિંગ એપ જૂમ (Zoom) એક નવા ઓનલાઇન ઇવેન્ટ પ્લેટફોર્મ-ઓનઝૂમ (OnZoom) લાવ્યું છે. આ આપ એવા ફિટનેસ ટ્રેનિંગ, ટીચિંગ અને ઓનલાઇન ગેધરિંગ સાથે જોડાયેલા લોકોને પૈસા કમાવવામાં મદદગાર સાબિત થશે. 

fallbacks

તમને કારોબારને આપો નવો ઓળખ
જો તમે તમરો કારોબાર ઓનલાઇન વધારવા માંગો છો તો વીડિયો મીટિંગ એપ ઝૂમ (Zoom)નું નવું ઓનલાઇન ઇવેંટ પ્લેટફોર્મ ઓનઝૂમ (OnZoom) ઉપયોગ કરી શકો છો. આ નવા પ્લેટફોર્મ દ્વારા પેડ યૂઝર્સ ફિટનેસ ક્લાસિસ, કન્સર્ટ્સ, સ્ટેન્ડઅપ અને મ્યૂઝિક લેસેન્સ જેવા ઇવેન્ટ્સ ક્રિએટ, હોસ્ટ અને મોનેટાઇઝ કરી શકે છે. આ નવા પ્લેટફોર્મથી મેજબાન પોતાના વ્યવસાયને વધારી શકો છો અને પોતાની ઓળખ નવા ઓડિયન્સ સુધી કરી શકો છો. 

અમારી સહયોગી વેબસાઇટ zeebiz.com ના અનુસાર Zoom એ પોતાના નવા પ્લેટફોર્મને યૂઝ કરવા માટે યૂઝર્સને ઘણી સુવિધાઓ આપી છે. જેમ કે તે તેના પર ટિકીટ ગિફ્ટ કરી શકો છો અને સાથે સાથે એક એટેંડી ડેશબોર્ડ પણ ક્રિએટ કરી શકો છો. એપને વધુ સિક્યોર બનાવવા માટે Zoom એ 2 ફેક્ટર ઓથેંટિકેશન (Two-Factor Authentication) ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી ખાસકરીને સ્કૂલ-કોલેજની ઓનલાઇન ક્લાસીસ અથવા પછી મીટિંગ દરમિયાન હેકિંગને રોકી શકાય છે. ટૂ ફેક્ટર ઓથેંટિકેશન યૂઝર્સ માટે અલગ હોઈ શકે છે. તેના માટે પાસવર્ડ અથવા પિનનો ઉપયોગ કરી શકો છો અથવા પછી સ્માર્ટ કાર્ડ, મોબાઇલ ડિવાઇસ, ફિંગરપ્રિંટ સેંસર, વોઇસ વગેરેનો ઉપયોગ થઇ શકે છે.  

Zoom એ કહ્યું કે નવા પ્લેટફોર્મની સુવિધાઓ અમેરિકા યૂઝર્સ માટે પબ્લિક Beta પર ઉપલબ્ધ છે. તમને જણાવી દઇએ કે ભારત-ચીન વિવાદ વધતાં Zoom એપને ભારતમાં બેન કરવાની વાત ચાલી રહી હતી. પરંતુ સરકારે તેના પર કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. 

ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More