Home> Technology
Advertisement
Prev
Next

64MP કેમેરા સાથે લોન્ચ થયો Oppo F21 Pro, સુપરફાસ્ટ ચાર્જિંગની સાથે મળશે જબરદસ્ત ડિસ્પ્લે

ઓપ્પો F21 પ્રોની માર્કેટમાં એન્ટ્રી થઈ ગઈ છે. આ ફોન 64 મેગાપિક્સલના રિયર અને 32 મેગાપિક્સલના ફ્રંટ કેમેરાથી લેસ છે. ફોનમાં SuperVOOC ચાર્જિંગની સાથે દમદાર બેટરી આપવામાં આવી છે. આવો જાણીએ ડીટેલ..

64MP કેમેરા સાથે લોન્ચ થયો Oppo F21 Pro, સુપરફાસ્ટ ચાર્જિંગની સાથે મળશે જબરદસ્ત ડિસ્પ્લે

નવી દિલ્હીઃ Oppo F21 Pro ની રાહ જોઈ રહેલાં લોકો માટે સારા સમાચાર છે. કંપનીએ આ શાનદાર સ્માર્ટફોનને લોન્ચ કરી દીધો છે. 64MP કેમેરા અને 90Hz રિફ્રેશ રેટવાળી ડિસ્પ્લે સાથે ફોનને હાલ બાંગ્લાદેશમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેની કિંમત BDT 27990 9આશરે 24640 રૂપિયા) છે. ભારતમાં આ ફોન 12 એપ્રિલે લોન્ચ થશે. તો આવો જાણીએ આ ફોનની ખાસિયત..

fallbacks

ઓપ્પો F21 પ્રોના ફીચર અને સ્પેસિફિકેશન
ફોનમાં કંપની 1080x2400 પિક્સલ રેઝોલૂશનની સાથે 6.43 ઇંચની ફુલ એચડી+  AMOLED ડિસ્પ્લે ઓફર કરી રહી છે. આ ડિસ્પ્લે 90Hz ના રિફ્રેશ રેટ અને 180Hz ના ટચ સેમ્પલિંગ રેટની સાથે આવે છે. કંપનીએ આ ફોનને માત્ર સિંગલ વેરિએન્ટ 8જીબી LPDDR4x રેમ+ 128જીબી ઇન્ટરનલ સ્ટોરેજની સાથે લોન્ચ કર્યો છે. 

પ્રોસેસર તરીકે આ ફોનમાં સ્નેપડ્રેગન 680 ચિપસેટ આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે ઓપ્પોના આ ફોનના રિયરમાં એલઈડી ફ્લેશની સાથે ત્રિપલ કેમેરા સેટઅપ છે. તેમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી લેન્ચની સાથે એક 2 મેગાપિક્સલનો માઇક્રોસ્કોપ કેમેરો અને એક 2 મેગાપિક્સલનો મોનોક્રોમ કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે આ ફોનમાં તમને 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો જોવા મળશે. 

આ પણ વાંચોઃ ફ્રીમાં મેળવો આ તમામ સુવિધા, Jio ના 3 સસ્તા અને જબરદસ્ત પ્લાન; 90 GB સુધી ડેટા પણ

ફોનને પાવર આપવા માટે તેમાં 4500mAh ની બેટરી આપવામાં આવી છે. આ બેટરી 33 વોટની SuperVOOC ચાર્જિંગને સપોર્ટ કરે છે. ઓએસની વાત કરીએ તો આ ફોન એન્ડ્રોયડ 12 પર બેસ્ડ Color OS 12.1 પર કામ કરે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, વાઈ-ફાઈ, બ્લૂટૂથ 5.1, યૂએસબી ટાઈપ-સી અને 3.5mm હેડફોન જેક જેવા ફીચર્સ મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More