નવી દિલ્હીઃ ચીનની સ્માર્ટફોન કંપની ઓપ્પો (Oppo)એ આજે ચીનમાં એક ઈવેન્ટ દરમિયાન ColorOS 7 રજૂ કર્યો હતો. આ ColorOS આવનારા સમયમાં ઘણા ઓપ્પો ફોનમાં જોવા મળશે. કંપનીએ તે સ્પષ્ટ કર્યું કે, સૌથી પહેલા કલર ઓએસ 7 ઓપ્પો રેનો 3મા જોવા મળશે. એટલે કે Oppo Reno 3 વિશ્વનો પ્રથમ colorOS 7 વાળો ફોન હશે. આ ફોન ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે.
આ સ્માર્ટફોન 5G કનેક્ટિવિટીથી લેસ ફોન હશે. પરંતુ આ ફોનના બાકી ફીચર વિશે હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી. માનવામાં આવી રહ્યું છે કે ફોન સ્પેનડ્રેગન 7250 પ્રોસેસરથી લેસ હશે.
સંભવિત કિંમત
જણાવવામાં આવી રહ્યું છે કે આ ફોનની કિંમત 40 હજાર રૂપિયાથી વધુ હોઈ શકે છે. આ ફોન ભારમતાં ઓફલાઇન અને ઓનલાઇન બંન્ને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે. આ ફોન 64એમપી કેમેરા અને 65W સુપર વૂક ચાર્જિંગની સાથે આવશે.
Xiaomi વર્ષ 2020 સુધી પોતાના 20 હજાર રૂપિયાથી મોંઘા ફોનમાં આપશે 5G કનેક્ટિવિટી
આ ફોન ઓપ્પો રેનો 2નો સક્સેસર હશે. કંપનીએ ભારતમાં ઓગસ્ટ મહિનામાં ઓપ્પો રેનો 2 ફોન લોન્ચ કર્યો હતો. ફોનમાં 1080x2400 પિક્સલ રિઝોલ્યુશનની સાથે 6.5 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે. ફોન ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ગોરિલ્લા ગ્લાસ 6 પ્રોટેક્શનની સાથે આવે છે. ફોનમાં ઓલ-બ્યૂ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે અને આ ઓલ-ગ્લાસ બોડી ડિઝાઇનમાં આવે છે.
8જીબી રેમ+256જીબી ઈન્ટરનલ સ્ટોરેજ મોડલમાં લોન્ચ કરાયેલા આ ફોનમાં સ્નેપડ્રેગન 730G ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યા છે. ઓએસની વાત કરીએ તો આ એન્ડ્રોઇડ 9 પર બેસ્ડ ColorOS 6.1 પર કામ કરે છે. ફોનને પાવર દેવા માટે તેમાં 4000mAhની બેટરી આપવામાં આવી છે જે 20 વોટ VOOC 3.0 ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે