નવી દિલ્હી: ફોનના કેમેરામાં થોડા વર્ષોમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. કેમેરામાં નવા-નવા ફેરફાર કર્યા બાદ કંપનીઓ હવે ફોનના ડિસ્પ્લે પર ફોકસ કરી રહી છે. બધી કંપનીઓ ઇચ્છે છે કે તેમના ડિવાઇસની સ્ક્રીન-ટૂ-બોડી રેશિયો સારો હોય. આ કડીમાં ચીનની સ્માર્ટફોન બનાવનાર કંપની ઓપ્પો હવ એક એવો સ્માર્ટફોન લાવવાની છે જેનો ફ્રન્ટ કેમેરો ડિસ્પ્લેની અંદર હશે. ઓપ્પોએ અત્યાર સુધી પોપ-અપ સેલ્ફી કેમેરા અને નોચ ડિસ્પ્લેવાળા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે, પરંતુ હવે તે દુનિયાનો પ્રથમ અંડર-સ્ક્રીન કેમેરા ફોન લાવવાની તૈયારી રહ્યો છે. ઓપ્પો પોતાના આ ફોનને શંઘાઇમાં આ અઠવાડિયે યોજાનાર મોબાઇલ વર્લ્ડ બેંક કોંગ્રેસમાં શોકેસ કરવાનો છે.
જો ફોન વિશે વાત કરીએ તો ઓપ્પોએ જણાવ્યું કે તેમાં ટ્રાંસપેરંટ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે રીડિઝાઇન્ડ પિક્સલ સ્ટ્રકચર સાથે મળીને કામ કરે છે જેથી કેમેરામાં લાઇટ પહોંચી શકે. ફ્રંટ કેમેરાના સેંસર વિશે કહેવામાં આવી રહ્યું છે કે આ બીજા સેલ્ફી કેમેરાના મુકાબલે ખૂબ મોટો છે અને તેમાં પહોળો અપર્ચર લેન્સ આપવામાં આવ્યો છે.
A brand new solution for full-screen display.
OPPO Innovation Event @GSMA MWC Shanghai, June 26. Stay tuned. #MoreThanTheSeen #MWC19 pic.twitter.com/MWQH8m7bo7— OPPO (@oppo) June 24, 2019
મળતી માહિતી અનુસાર ઓપ્પોએ આ ફોનની સ્ક્રીન પર ખૂબ ઝિણવટપૂર્વક કામ કર્યું છે. તેનું કારણ એ છે કે ડિસ્પ્લેમાં જ્યાં કેમેરો છે ત્યાં પણ ફોનનું ટચ ઘણુ સારું કામ કરે છે. ઓપ્પોએ આગળ જણાવ્યું કે અંડર-ડીસ્પ્લે કેમેરો આપવા માટે ફોનની ડિસ્પ્લે સાથે કોમ્પ્રોમાઇઝ કર્યું નથી. ઓપ્પોએ જણાવ્યું કે તે આ અંડર-સ્ક્રીન કેમેરાવાળા સ્માર્ટફોનને જલદી લોન્ચ કરવા માંગે છે. કોમર્શિયલ લોન્ચ પહેલાં હંમેશા પોતાની ઓફ-કોર ટેક્નોલોજીને પ્રોટોટાઇપ ડિવાઇસીઝ દ્વારા બતાવતું રહે છે. તાજેતરમાં જ ઓપ્પો રેનો પણ તેનું એક ઉદાહરણ છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે ઓપ્પો પોતાના નવા ફ્લેગશિપને ટૂંક સમયમાં લોન્ચ કરશે, જે ગ્રાહકોને નવો અનુભવ પુરો પાડશે.
Amazon નો પ્રાઇમ સ્પેશિયલ સેલ 15-16 જુલાઇએ, 1000થી વધુ નવી પ્રોડક્ટ કરશે લોન્ચ
કંપની એક વિડીયો પણ રિલીઝ કર્યો છે, જેમાં ફોનના ફ્રંટ કેમેરા હાઉસિંગ ટેક્નોલોજી બતાવવામાં આવી છે. આ ફોન ઓપ્પો ફાઉંડ X નું સક્સેસર હશે. કંપનીએ તેને ઓપ્પો ફાઇન્ડ Y (Oppo Find Y) નામ આપવામાં આવ્યું છે. જોકે કંપનીએ કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી.
આ પહેલાં પણ કંપનીએ ટ્વિટર પર 15 સેકન્ડ એક વિડિયો પોસ્ટ કર્યો હતો. વિડિયોમાં ફોનના ફ્રંટ પેનલની ઉપરમાં ભાગમાં જોવા મળે છે. વિડિયોમાં ફ્રંટ કેમેરો જોવા મળતો નથી. ફોનમાં સેલ્ફી કેમેરા એક્ટિવેટ થતો બતાવવામાં આવ્યો છે.
Xiaomi CC9 અને CC9e smartphone 2 જુલાઇએ થશે લોન્ચ, જાણો શું હશે ખાસિયત
વિડિયોમાં એ સ્પષ્ટ દેખાતું નથી કે આ મોડલનું નામ શું છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ઓપ્પો ફાઇન્ડ X નું સક્સેસર ઓપ્પો ફાઇન્ડ Y છે. ઓપ્પો ફાઇન્ડ Xમાં ઘણા ઇનોવેટિવ ફીચર ઉપલબ્ધ છે. આ ફોનના ફીચર પણ ફાઇન્ડ X સાથે મળે છે.
For those seeking the perfect, notchless smartphone screen experience – prepare to be amazed. 📲
You are taking a very first look at our under-display selfie camera technology. RT! 🤯 pic.twitter.com/FrqB6RiJaY
— OPPO (@oppo) June 3, 2019
Oppo એ જણાવ્યું કે તે આ ઇવેન્ટમાં પોતાનું ફાસ્ટ ચાર્જ 120W સુપર ફ્લેશ ચાર્જ પણ લોન્ચ કરશે. કંપનીએ દાવો કર્યો છે કે આ સૌથી ફાસ્ટ ચાર્જર હશે. તેને ટીઝ કરતાં ઓપ્પોએ કહ્યું હતું કે આ ચાર્જિંગ ટેક્નોલોજી દ્વારા 4000mAh વાળા સ્માર્ટફોનની સંપૂર્ણ ખાલી બેટરીને માત્ર 13 મિનિટમાં ફૂલ ચાર્જ થઇ જશે. આ સાથે જ 6 મિનિટમાં આ બેટરી 50 ટકા ચાર્જ થઇ જશે.
Xiaomi એ ઘટાડ્યો આ મનપસંદ સ્માર્ટફોનની ભાવ, હવે આટલામાં મળશે
તો બીજી તરફ શાઓમીએ પણ જાહેરાત કરી છે કંપની ટૂંક સમયમાં અંડર સ્ક્રીન કેમેરા ટેક્નોલોજી સાથે ફોન લાવવાની છે. કંપનીએ દાવો કર્યો છે કે અંડર ડિસ્પ્લે કેમેરા ટેક્નોલોજી સ્માર્ટફોન્સમાં ફૂલ વ્યૂ માટે મીલનો પત્થર સાબિત થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે