Home> Technology
Advertisement
Prev
Next

‘પરીક્ષા પે ચર્ચા‘માં PM મોદીએ વિદ્યાર્થીઓને ટેકનોલોજી વિશે આપી ખાસ સલાહ, બહુ કામની છે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ ‘પરીક્ષા પે ચર્ચા 2020’ (PARIKSHA PE CHARCHA 2020) કાર્યક્રમ અંતર્ગત દેશભરના સ્ટુડન્ટ્સ, ટીચર્ચ અને વાલી સાથે વાત કરી. દિલ્હીના તાલકોટરા સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાને સ્ટુડન્ટ્સને પરીક્ષાના તણાવથી દૂર રહેવાનો મંત્ર આપ્યો. વિદ્યાર્થીઓએ પણ પીએમ સાથે સીધો સંવાદ કરીને પરીક્ષા દરમિયાન આવતી સમસ્યાઓ જણાવી હતી. પરીક્ષા પે ચર્ચા (PARIKSHA PE CHARCHA) કાર્યક્રમની ત્રીજી સીરિઝમાં પહેલીવાર દેશના વિવિધ સ્કૂલના દિવ્યાંગ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા હતા. પરીક્ષા પે ચર્ચા દરમિયાન તાલકટોરા સ્ટેડિયમ (Talkatora Stadium)માં આવેલા વિદ્યાર્થીઓની પસંદગી mygov પ્લેટફોર્મ પર એક નિબંધ સ્પર્ધા અંતર્ગત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં ધોરણ 9 થી 12ના 2.60 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને ઓનલાઈન સવાલ મોકલ્યા હતા. 

‘પરીક્ષા પે ચર્ચા‘માં PM મોદીએ વિદ્યાર્થીઓને ટેકનોલોજી વિશે આપી ખાસ સલાહ, બહુ કામની છે...

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ ‘પરીક્ષા પે ચર્ચા 2020’ (PARIKSHA PE CHARCHA 2020) કાર્યક્રમ અંતર્ગત દેશભરના સ્ટુડન્ટ્સ, ટીચર્ચ અને વાલી સાથે વાત કરી. દિલ્હીના તાલકોટરા સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાને સ્ટુડન્ટ્સને પરીક્ષાના તણાવથી દૂર રહેવાનો મંત્ર આપ્યો. વિદ્યાર્થીઓએ પણ પીએમ સાથે સીધો સંવાદ કરીને પરીક્ષા દરમિયાન આવતી સમસ્યાઓ જણાવી હતી. પરીક્ષા પે ચર્ચા (PARIKSHA PE CHARCHA) કાર્યક્રમની ત્રીજી સીરિઝમાં પહેલીવાર દેશના વિવિધ સ્કૂલના દિવ્યાંગ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા હતા. પરીક્ષા પે ચર્ચા દરમિયાન તાલકટોરા સ્ટેડિયમ (Talkatora Stadium)માં આવેલા વિદ્યાર્થીઓની પસંદગી mygov પ્લેટફોર્મ પર એક નિબંધ સ્પર્ધા અંતર્ગત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં ધોરણ 9 થી 12ના 2.60 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને ઓનલાઈન સવાલ મોકલ્યા હતા. 

fallbacks

#Withoutfiltor શબ્દથી શરૂઆત કરતા તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ શરૂ કર્યો હતો. તેમણે સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, તમે જે રીતે તમારા મિત્રો સાથે વાત કરો છો, તેવી જ રીતે હું તમારી સાથે વાત કરીશ. ત્યારે પરીક્ષામાં તણાવથી લઈને, મૂડ સ્વીંગ્સ જેવા વિવિધ મુદ્દાઓ પર પીએમએ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને મંત્ર આપ્યો કે, આપણે વિફળતાઓમાંથી પણ સફળતાનું શિક્ષણ મેળવી શકીએ છીએ. દરેક પ્રયાસમાં આપણે ઉત્સાહ ભરી શકીએ છીએ અને કોઈ બાબતમાં તમે અસફળ રહ્યા તો તેનો એ મતલબ છે કે, હવે તમારે સફળતા તરફ જવુ જોઈએ.

તેમણે કહ્યું કે, જાણતા અજાણતા આપણે એ દિશામાં જઈએ છીએ, જ્યાં સફળતા-વિફળતાનું મુખ્ય બિંદુ કેટલીક પરીક્ષાઓમાં મેળવેલ માર્કસ બની ગયા છે. આ કારણે મનમાં રહી જાય છે કે, એકવાર માર્કસ લઈ આવું, બાદમાં બાકીનું કરીશું...

ટેકનોલોજી વધી રહેલા ઉપયોગ વિશે તેઓએ કહ્યું કે, ટેકનોલોજીને તમારો મિત્ર બનાવો. સાયન્સ અને ટેકનોલોજીનું જીવનમાં મોટુ મહત્વ છે. પરંતુ સ્માર્ટફોનથી વધુ સમય તમે તમારા પરિવાર સાથે વિતાવો. ટેકનોલોજીનું જીવનમાં મહત્વનું સ્થાન છે, પરંતુ તેના ગુલામ બનવુ ન જોઈએ. દિવસમાં એક કે બે કલાક એવા કાઢો, જેમાં તમે ટેકનોલોજીથી દૂર રહી શકો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ટેકનોલોજીના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More