Home> Technology
Advertisement
Prev
Next

શિયાળામાં આ 'રમકડું' કરી દેશે તમારૂ શરીર ગરમ, ખિસ્સામાં મુકતા જોવા મળશે જાદૂ

Pocket Heater: આજે અમે તમને Pocket Electric Hand Warmer Heater વિશે જણાવી રહ્યાં છીએ. જે રમકડા જેવું લાગે છે, પરંતુ મોટા-મોટા હીટરની જેમ કામ કરે છે. 

શિયાળામાં આ 'રમકડું' કરી દેશે તમારૂ શરીર ગરમ, ખિસ્સામાં મુકતા જોવા મળશે જાદૂ

નવી દિલ્હીઃ Pocket Heater: ભારત સહિત ગુજરાતમાં ઠંડી વધી રહી છે. હવે ધુમ્મસ સાથે ખતરનાક ઠંડી પડવા લાગી છે. તેને રોકવા માટે હીટરની જરૂર પડે છે. લોકો ઠંડીમાં તાપણા પણ કરતા હોય છે. પરંતુ ઠંડીમાં શરીર ગરમ રાખવા માટે એક રમકડું માર્કેટમાં આવ્યું છે. જે તમારી મુશ્કેલી દૂર કરી દેશે અને તમારૂ શરીર પણ ગરમ રાખશે. આજે અમે તમને Pocket Electric Hand Warmer Heater વિશે જણાવી રહ્યાં છીએ, જે દેખાવમાં તો રમકડા જેવું લાગે છે, પરંતુ કામ મોટા-મોટા હીટર જેવું કરે છે.

fallbacks

Pocket Electric Hand Warmer Heater
આ Pocket Heater ખુબ લાઇટ અને ઈઝી ટૂ યૂઝર છે. તમે તેનો સરળતાથી ઉપયોગ કરી શકો છો. આ હીટરને ચાર્જ કરીને તમે ખિસ્સામાં રાખી શકો છો. જ્યારે પણ તમને ઠંડી લાગે તો તેને ચાલુ કરી ગરમીનો અનુભવ કરી શકાય છે. 

આ હીટર વજનમાં પણ ખુબ હળવું છે અને તેની સાઇઝ 8.3 x 8.1 x 3.3cm છે. તેને યૂએસબી કે પછી બેટરીથી ચલાવી શકાય છે. હીટર સ્માઇલી ફેસ જેવું આવે છે. જે તેને રમકડા જેવું બનાવે છે. 

આ પણ વાંચોઃ OnePlus 11 ની પ્રથમ ઝલક જોવા મળી! ડિઝાઇન જોઇને ભૂલી જશો iPhone 14

Pocket Electric Hand Warmer Heater Price
આ પોકેટ હીટરની કિંમત આમ તો 9410 રૂપિયા છે, પરંતુ એમેઝોન પર 1759 રૂપિયામાં તમે ખરીદી શકો છો. તેના પર કંપની 81 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે. ઠંડીની સીઝનમાં આ તમારા માટે શાનદાર સાબિત થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More