Home> Technology
Advertisement
Prev
Next

POCO M3ની ડીટેલ્સ લોન્ચ, 24 નવેમ્બરે થશે લોન્ચ, જાણો ખાસિયતો

POCO M3 Leak: 24 નવેમ્બરે પોકોનો નવો સ્માર્ટફોન ગ્લોબલ લોન્ચ થઈ રહ્યો છે. ત્યારબાદ તેને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. જાણો ફોનની ખાસિયતો.
 

POCO M3ની ડીટેલ્સ લોન્ચ, 24 નવેમ્બરે થશે લોન્ચ, જાણો ખાસિયતો

નવી દિલ્હીઃ POCO M3 આ મહિને લોન્ચ થઈ રહ્યો છે. આ સ્માર્ટફોન માટે કંપનીએ ટીઝર જારી કર્યુ છે. લોન્ચિંગ 24 નવેમ્બરે છે, આ પહેલા ફોન સાથે જોડાયેલી કેટલીક ખાસ જાણકારીઓ લીક થઈ ગઈ છે. 

fallbacks

POCO M3નું ટીઝક પોકો ગ્લોબલ હેન્ડલથી શેર કરવામાં આવ્યું છે અને કંપનીના પ્રોડક્ટ મેનેજરે તેને શેર કર્યુ છે. 24 નવેમ્બરે આ ગ્લોબલ લોન્ચ થઈ રહ્યો છે અને ત્યારબાદ તે ભારત આવી શકે છે. 

ટિપ્સ્ટર મુકલ શર્માએ POCO M3ના લીક્ડ સ્પેસિફિકેશન્સ શેર કર્યા છે. તેમના પ્રમાણે POCO M3નું મોડલ નંબર  M2010J19CG હશે અને તેને તેમણે બેંચમાર્ક લિસ્ટિંગ પર જોયો છે. 

POCO M3મા Qualcomm Snapdragon 662 પ્રોસેસર આપવામાં આવશે. આ ફોનની બેટરી 6,000mAh હશે અને આ સાથે  18W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવશે. 

Airtel ગ્રાહકો માટે ખુશખબર, પ્રીપેડ પેક સમાપ્ત થયા બાદ પણ મળશે આ ફાયદા

POCO M3ની ડિસ્પ્લે 6.53 ઇંચની હશે અને તેમાં વોટર ડ્રોપ સ્ટાઇલ નોચ આપવામાં આવશે. આ સ્માર્ટફોનમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા આપવામાં આવી શકે છે. પરંતુ તેમાં ટોટલ ત્રણથી ચાર રિયર કેમેરા આપવામાં આવશે. 

ભારતમાં પોકો સ્માર્ટફોન પોપ્યુલર છે અને આ કંપની  Xiaomi હેઠળ આવે છે. આક્રમક કિંમત પર હાઈ એન્ડ સ્પેસિફિકેશન્સનની સાથે આ ફોન લોન્ચ કરવા માટે પોપ્યુલર છે. 

POCO M3ની કિંમત પણ તે પ્રમાણે હોઈ શકે છે. કારણ કે ભારતીય માર્કેટમાં હવે માઇક્રોમેક્સની પણ વાપસી થઈ ચુકી છે, તેથી ચીની કંપનીઓ વચ્ચે વધુ સ્પર્ધા વધી છે. 

ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More