Home> Technology
Advertisement
Prev
Next

7 સપ્ટેમ્બરે લોન્ચ થશે Poco X3 NFC, જાણો ફોનમાં શું હશે ખાસ


 Poco X3 NFCને 7 સપ્ટેમ્બરે એક ઈવેન્ટ દરમિયાન લોન્ચ કરવામાં આવશે. આ જાણકારી પોકોએ ટ્વીટર પર આપી છે. આ ફોનમાં 64 મેગાપિક્સલનો રિયર કેમેરો મળશે. 

7 સપ્ટેમ્બરે લોન્ચ થશે Poco X3 NFC, જાણો ફોનમાં શું હશે ખાસ

નવી દિલ્હીઃ Poco X3 NFCને 7 સપ્ટેમ્બરે એક ઈવેન્ટ દરમિયાન લોન્ચ કરવામાં આવશે. આ જાણકારી પોકોએ ટ્વીટર પર આપી છે. આ પહેલા કંપની તરફથી કન્ફર્મ કરવામાં આવ્યું હતું કે, તેમાં 64MPનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવશે. 

fallbacks

આ નવો પોકો ફોન ભારતમાં ફેબ્રુઆરીમાં લોન્ચ થયેલા Poco X2 નો અપગ્રેડ હશે. હાલમાં ફોન વિશે જાણકારી ઉપલબ્ધ નથી. પરંતુ જાણવા મળી રહ્યું છે કે આ નવા ક્વોલકોમ સ્નેપડ્રેગન 732G પ્રોસેસરની સાથે લોન્ચ થશે. 

પોકો ગ્લોબલે ટ્વીટર પર સત્તાવાર રીતે જાહેરાત કરી કે તેને પોકાના આગામી સ્માર્ટફોનને Poco X3 NFC કહેવામાં આવશે અને તેને 7 સપ્ટેમ્બરે એક ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. લાઇવ સ્ટ્રીમિંગની શરૂઆત 5.30pm ISTથી કંપનીના યૂટ્યૂબ, ફેસબુક અને ટ્વીટર હેન્ડલ દ્વારા કરવામાં આવશે. 

Poco X3 NFC ના સંભવિત ફીચર્સની વાત કરીએ તો પ્રાપ્ત જાણકારી પ્રમાણે તેમાં 240Hz ટચ લેટેન્સી અને 120Hz  રિફ્રેશ રેટની સાથે 6.67 ઇંચ ડિસ્પ્લે આપવામાં આવશે. ફોનમાં લેટેસ્ટ ક્વોલકોમ સ્નેપડ્રેગન 732જી પ્રોસેસર આપવામાં આવશે. કારણ કે અમેરિકન ચિપમેકરે હાલમાં પ્રેસ રિલીઝ દ્વારા પે પુષ્ટિ કરી છે કે નવા પ્રોસેસરને સૌથી પહેલા એક પોકો સ્માર્ટફોનમાં આપવામાં આવશે. 

રિપોર્ટસ પ્રમાણે Poco X3 phone મા 33W ચાર્જરની સાથે  5,160mAhની બેટરી આપવામાં આવશે. સાથે કન્ફર્મ કરવામાં આવ્યું છે કે Poco X3 NFCના રિયરમાં ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવશે, જેનો પ્રાઇમરી કેમેરો 64MPનો હશે. 

એરટેલની ભેટ, ફ્રીમાં મળી રહ્યો છે 6GB સુધી હાઈસ્પીડ ડેટા  

આ સ્માર્ટફોનમાં એક પ્રો મોડ હશે, જેના દ્વાર અપર્ચર, એક્સપોઝર વેલ્યૂ,  ISO અને વાઇડ બેલેન્સને એડજસ્ટ કરી શકાશે. તો તેના ફ્રન્ટમાં 20MPનો સેલ્ફી કેમેરો હશે. 

વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More