Home> Technology
Advertisement
Prev
Next

ગીઝરનું હવે થઇ જશે બાય-બાય, પળવારમાં પાણી ઉકાળી દેશે આ સસ્તું હીટર

Heating Solution: શિયાળામાં ન્હાવા માટે પાણી ગરમ કરવું એક મોટો પડકાર છે. પાણી ગરમ કરવા માટે ગીઝર લગાવવું પડે છે જેમાં ખૂબ પૈસા ખર્ચ થાય છે. આજે અમે તમને એક સારો ઓપ્શન આપીશું જે માર્કેટમાં એકદમ નવો છે. 

ગીઝરનું હવે થઇ જશે બાય-બાય, પળવારમાં પાણી ઉકાળી દેશે આ સસ્તું હીટર

Water Heater: શિયાળામાં પાણી ગરમ કરવું કોઇ મોટા પડકારથી કમ નથી અને આ કામ કરવા માટે લોકો મોટાભાગે હીટીંગ રૉડ અથવા ગીઝરનો ઉપયોગ કરે છે પરંતુ, રૉડ વડે પાણી સારી ગરમ તો થઇ જાય છે પરંતુ તેમાં ઘણો સમય લાગે છે અને જો ઘણા લોકોને એકસાથે ન્હાવું છે તો ત્યારે થોડી મુશ્કેલી ઉભી થાય છે. તો બીજી તરફ ગીઝર વડે આ કામ સરળ થઇ જાય છે. જો તમારી પાસે ગીઝરનું બજેટ નથી અને તમે ઓછી કિંમતમાં વોટર હીટિંગનો એક સારું સોલ્યૂશન ઇચ્છો છો તો આજે અમે તમારા માટે એક જોરદાર પ્રોડક્ટ લઇને આવ્યા છીએ જે માર્કેટમાં એકદમ નવી છે અને પાણીને મિનિટોમાં ઉકાળી દે છે. 

fallbacks

કઇ છે આ પ્રોડક્ટ
તમને જણાવી દઇએ કે અમેઝોન પર ઇંસ્ટેંટ વોટર ગીઝરના નામે એક પ્રોડક્ટ લિસ્ટ કરવામાં આવી છે જે 1 લીટરની કેપેસિટી સાથે આવે છે, આ પ્રોડક્ટ આકારમાં નાની છે સાથે જ તેને ઇંસ્ટોલ કરવી ખૂબ જ સરળ છે. આ પ્રોડક્ટને તમે એકદમ વ્યાજબી ભાવે ખરીદી શકો છો અને તેનાથી પાણી એટલું જલદી ગરમ થાય છે કે તમે ગીઝરનો ઉપયોગ કરવાનું ભૂલી જશો. નવું હોવા છતાં આ પ્રોડક્ટની ડિમાન્ડ માર્કેટમાં ખૂબ છે અને એવામાં શિયાળામાં તમને કિચન અથવા પછી બાથરૂમ માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે. 

કેટલી છે કીંમત અને શું છે ખાસિયત
જો વાત કરીએ ખાસિયતની તો આ 1 લીટર સુધી પાણીને એકવારમાં ગરમ કરી શકે છે અને તેમાં તમને સ્ટોરેજ પણ જોવા મળી જાય છે. એટલું જ નહી આ વોટર હીટર સંપૂર્ણપણે શોક પ્રૂફ છે અને આકારમાં ખૂબ જ નાનું છે. તેને તમે કિચનમાં વોશબેસિન પાસે લગાવી શકો છો અથવા પછી તેને બાથરૂમમાં ઇંસ્ટોલ કરી શકાય છે. જો કિંમતની વાત કરવામાં આવે તો ગ્રાહક તેને ફક્ત 1199 રૂપિયાની કિંમતમાં ખરીદી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More