Home> Technology
Advertisement
Prev
Next

RailYatri યૂઝર્સ કૃપયા ધ્યાન દે..... Online Ticket Bookingમાં હેકર્સ આ રીતે કરે છે છેતરપિંડી

Online Ticket Booking Frauds: RailYatri ટિકિટ બુકીંગ માટે લોકપ્રિય અને IRCTCની અધિકૃત એપ છે. આ એપનો ડેટા કથિત રીતે હેક કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ડેટામાં નામ, ઈમેલ આઈડી, મોબાઈલ ફોન નંબર સહિતની વિગતનો સમાવેશ થાય છે. 

RailYatri યૂઝર્સ કૃપયા ધ્યાન દે..... Online Ticket Bookingમાં હેકર્સ આ રીતે કરે છે છેતરપિંડી

Online Ticket Booking Frauds: RailYatri ટિકિટ બુકીંગ માટે લોકપ્રિય અને IRCTCની અધિકૃત એપ છે. આ એપનો ડેટા કથિત રીતે હેક કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ડેટામાં નામ, ઈમેલ આઈડી, મોબાઈલ ફોન નંબર સહિતની વિગતનો સમાવેશ થાય છે. આ ડેટાને ડાર્ક વેબ પર વેચાણ માટે મૂકવામાં આવ્યો હતો. રેલયાત્રી યુઝર્સને ટિકિટ બુક કરવા, તેમનું PNR સ્ટેટસ ચેક કરવા અને ભારતમાં ટ્રેનની મુસાફરી સંબંધિત અન્ય માહિતી જોવાની સુવિધા આપે છે. સાયબર પોલીસ આ મામલે નજર રાખી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ સંબંધિત અધિકારીઓને એલર્ટ કરવામાં આવશે.

fallbacks

આ પણ વાંચો:

Freeમાં જોઈ શકો છો Netflix પર વેબ સીરીઝ અને ફિલ્મ, બસ કરવું પડશે આ કામ

આ સેટિંગ કરવાથી રોકેટગતિએ વધશે વાઇફાઇની સ્પીડ... HD Video પણ ફટાફટ થશે ડાઉનલોડ

હોળી પર જો કન્ફર્મ ટિકીટ ન મળે તો આ વિકલ્પનો ઉપયોગ કરો, ટિકિટ થઈ જશે તુરંત Confirm

આ રીતે લોકો થઈ રહ્યા છે ફ્રોડનો શિકાર

એક સાયબર પોલીસ અધિકારીનું કહેવું છે કે, 'ફોન નંબરનો દુરુપયોગ થાય તેવી શક્યતા ઘણી વધી ગઈ છે. આ નંબરનો ઉપયોગ કરી લોકોને સેક્સટોર્શન, પાર્ટ-ટાઇમ જોબ રેકેટ અથવા તો પોલીસ ઓફિસર બનીને નાણાકીય છેતરપિંડી કરવામાં આવે છે. આ સિવાય યુઝર્સના નામ, ઈમેલ અને ફોન નંબરનો ઉપયોગ નકલી દસ્તાવેજો તૈયાર કરવામાં આવી શકે છે. આ દસ્તાવેજો સાથે  બેંક ખાતું ખોલવું કે સિમ કાર્ડ ખરીદવા જેવા કામ થઈ શકે છે.

3.1 કરોડ યુઝર્સના ડેટા લીક

રેલયાત્રીના 3.1 કરોડ યુઝર્સના ડેટાનો ડાર્ક વેબ પર મુકવામાં આવ્યો હતો. હેકરની ઓળખ યુનિટ 82 તરીકે કરવામાં આવી છે. હેકરે પોસ્ટ શેર કરી અને દાવો કર્યો કે તેણે એપને ડિસેમ્બર 2022માં હેક કરી હતી. જો કે રેલવેના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ડેટા લીક અંગે કોઈ સત્તાવાર રિપોર્ટ આવ્યો નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More