Home> Technology
Advertisement
Prev
Next

મોબાઇલ વોલેટ ઉપયોગ કરનારાઓ માટે સારા સમાચાર, આરબીઆઇએ આપી આ છૂટ

છેલ્લા થોડાક વર્ષોથી દેશમાં મોબાઇલ વોલેટનો ઉપયોગ કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. આ સાથે જ આરબીઆઇએ તેના માટે નિયમ પણ તૈયાર કર્યા. હવે આરબીઆઇએ મોબાઇલ વોલેટ ઉપયોગકર્તાને મોટી રાહત મળી છે. જો ફોનપે, અમેઝોનપે અથવા ઓલા મની જેવી કોઇ પેમેન્ટ એપનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે કામના છે.

મોબાઇલ વોલેટ ઉપયોગ કરનારાઓ માટે સારા સમાચાર, આરબીઆઇએ આપી આ છૂટ

નવી દિલ્હી: છેલ્લા થોડાક વર્ષોથી દેશમાં મોબાઇલ વોલેટનો ઉપયોગ કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. આ સાથે જ આરબીઆઇએ તેના માટે નિયમ પણ તૈયાર કર્યા. હવે આરબીઆઇએ મોબાઇલ વોલેટ ઉપયોગકર્તાને મોટી રાહત મળી છે. જો ફોનપે, અમેઝોનપે અથવા ઓલા મની જેવી કોઇ પેમેન્ટ એપનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે કામના છે.

fallbacks

Paytmના ગ્રાહકો માટે મોટા સમાચાર, આજથી બદલાઇ જશે આ નિયમ

જોકે આરબીઆઇએ પોતાના નિર્ણયમાં આ પ્રકારના મોબાઇલ વોલેટ એપનો ઉપયોગ કરનારાઓને ફૂલ કેવાઇસીમાંથી રાહત આપવાની જાહેરાત કરી છે. જોકે માસિક લેણદેણને ધ્યાનમાં રાખતાં આ છૂટ સિમિત હશે. ગત થોડા સમયથી મોબાઇલ વોલેત કંપનીઓ પોતાના ગ્રાહકોને મેસેજ દ્વારા ફૂલ કેવાઇસી કરવવા માટે કહી રહ્યા હતા. તો બીજી તરફ એ પણ કહેવામાં આવી રહ્યા હતા કે ફૂલ કેવાઇસી ન કરતાં લેણદેણ અટકાવી રહ્યા છે. પરંતુ હાલ આરબીઆઇએ આ કેસમાં ગ્રાહકોને રાહત આપવામાં આવી છે. 

આરબીઆઇએ ફૂલ કેવાઇસીની અંતિમ તારીખ આવતાં પહેલાં ગ્રાહકોને રાહત તો આપી દીધી, પરંતુ આ રાહત ફક્ત માસિક 10000 સુધી દેણદેણ પર છે. એટલે કે જો તમે કોઇ મહિનામાં મોબાઇલ વોલેટ દ્વારા 10000 રૂપિયા સુધી જ લેણદેણ કરો છો તો તમારે ફૂલ કેવાઇસી કરવાની જરૂર નહી પડે. જો તેનાથી વધુ પર તમારા માટે ફૂલ કેવાઇસી જરૂરી રહેશે. હાલ 10000 રૂપિયા સુધીની લેણદેણ પર મોબાઇલ વોલેટ કંપનીઓ માટે કેવાઇસી જરૂરી છે પરંતુ ફૂલ કેવાઇસી જરૂરી નથી. 

કેન્દ્ર સરકાર બંધ કરી રહી છે આ સ્કીમ! તમારી પાસે છે 2 દિવસનો સમય

31 માર્ચ 2020 હતી અંતિમ તારીખ
ફૂલ કેવાઇસી કરાવવા માટે આરબીઆઇએ અંતિમ તારીખ 31 તારીખ માર્ચ 2020 સુધી કરી હતી. એટલે કે બધા મોબાઇલ વોલેટ ઉપયોગકર્તા માટે 31 માર્ચ 2020 સુધી ફૂલ કેવાઇસી કરાવવું જરૂરી હતું. પરંતુ હવે આરબીઆઇએ તેમાં છૂટ આપી છે. આ દરમિયાન પેટીએમ પણ પોતાનો એક નિયમ બદલ્યો છે. હવે તમે ક્રેડિટ કાર્ડ દ્વારા પેટીએમ વોલેટમાં એક મહિનામાં કોઇપણ ચાર્જ વિના 10000 રૂપિયા એડ કરી શકશો. તેનાથી વધુ પૈસા ક્રેડિટ કાર્ડ વડે નાખતાં પેટીએમ 1.75 ટકાનો ચાર્જ વસૂલશે. 10000 રૂપિયા સુધી ક્રેડિટ કાર્ડ વડે એડ કરતાં કોઇ ચાર્જ નહી લાગશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More