Home> Technology
Advertisement
Prev
Next

realme narzo 50A Prime મોટું ડિસ્કાઉન્ટ, માત્ર 999 રૂપિયામાં મળી રહ્યો છે ફોન

Realme Fan Festival: realme narzo 50A Prime એક સસ્તો વિકલ્પ છે, જેને ખુબ ઓછી કિંમતે ખરીદી સકાય છે. આવો જાણીએ realme narzo 50A Prime પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 

realme narzo 50A Prime મોટું ડિસ્કાઉન્ટ, માત્ર 999 રૂપિયામાં મળી રહ્યો છે ફોન

નવી દિલ્હીઃ ઈ-કોમર્સ વેબસાઇટ Amazon પર Realme Fan Festival ચાલી રહ્યો છે. આ સેલનો આજે છેલ્લો દિવસ છે. જો તમે નવો ફોન લેવા ઈચ્છતા હોવ તો તમારા માટે સારી તક છે. તમને જિયલમી સ્માર્ટફોન પર 3,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી જશે. realme narzo 50A Prime એક સસ્તો વિકલ્પ છે, જેને તમે સસ્તા ભાવમાં ખરીદી શકો છો. તો આવો જાણીએ realme narzo 50A Prime પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 

fallbacks

realme narzo 50A Prime પર મળી રહી છે છપ્પરફાડ ઓફર
આ ફોનના 4જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટને 13499 રૂપિયાની જગ્યાએ 11499 રૂપિયામાં ખરીદી શકાય છે. તેના પર 2 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સિવાય 10500 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર મળી રહી છે. પૂરી એક્સચેન્જ વેલ્યૂ મળ્યા બાદ આ ફોન તમે માત્ર 999 રૂપિયામાં ખરીદી શકો છો. 

આ પણ વાંચોઃ અંધારામાં પણ ચમકે એવો Realme નો સૌથી સસ્તો 5G ફોન લોન્ચ! અહીં મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

બેન્ક ઓફર્સની વાત કરીએ તો HSBC Bank બેન્ક ક્રેડિટ કાર્ડ પર 250 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ફોન તમે ઈએમઆઈ પર પણ લઈ શકો છો. તે માટે તમારે દર મહિને 454 રૂપિયા આપવા પડશે. તેવામાં તે યૂઝર્સ માટે આ સારી ડીલ સાબિત થઈ શકે છે જે ઓછી કિંમતમાં ફોન ખરીદવા ઈચ્છે છે. 

realme narzo 50A Prime ના ફીચર્સ
ફોનમાં 6.6 ઇંચની એચએફએચડી+ ડિસ્પ્લે આપવામાં આવી છે. તે  Unisoc T612 પ્રોસેસરથી લેસ છે. તેમાં 4જીબી રેમ અને 128જદીબી સુધીનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે, જેને માઇક્રોએસડી દ્વારા વધારી શકાય છે. ફોનમાં ત્રિપલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. તેનું એક સેન્સર 50 મેગાપિક્સલનું છે. બીજુ બ્લેક એન્ડ વ્હાઇટ અને ત્રીજો મેક્રો લેન્સ છે. સાથે 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો પણ આપવામાં આવ્યો છે. ફોનમાં 5000mAh ની બેટરી આપવામાં આવી છે, જે 18W ક્વિક ચાર્જને સપોર્ટ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More