Home> Technology
Advertisement
Prev
Next

માર્કેટમાં ધમાલ મચાવવા આવી ગયું Redmi નું 50-ઇંચનું ધાંસૂ Smart TV, ઓછી કિંમતમાં ઘરે માણો થિયેટર જેવી મજા

Xiaomi એ થોડા દિવસો પહેલા ચીનમાં તેના સ્થાનિક માર્કેટમાં Redmi Smart TV X 2022 50-inch મોડલ લોન્ચ કર્યું હતું. આજે ડિવાઇસ સત્તાવાર રીતે દેશમાં ખરીદી માટે ઉપલબ્ધ છે.

માર્કેટમાં ધમાલ મચાવવા આવી ગયું Redmi નું 50-ઇંચનું ધાંસૂ Smart TV, ઓછી કિંમતમાં ઘરે માણો થિયેટર જેવી મજા

નવી દિલ્હી: Xiaomi એ થોડા દિવસો પહેલા ચીનમાં તેના સ્થાનિક માર્કેટમાં Redmi Smart TV X 2022 50-inch મોડલ લોન્ચ કર્યું હતું. આજે ડિવાઇસ સત્તાવાર રીતે દેશમાં ખરીદી માટે ઉપલબ્ધ છે. Redmi Smart TV X 2022 50-ઇંચ મોડલની કિંમત 2,299 યુઆન છે અને તે ઇ-કોમર્સ પ્લેટફોર્મ JD.com દ્વારા ખરીદવા માટે ઉપલબ્ધ છે. ચાલો જાણીએ Redmi Smart TV X 2022 ના જોરદાર ફીચર્સ...

fallbacks

Redmi Smart TV X 2022 Specifications
આ 50-ઇંચ 4K ડિસ્પ્લે સાથે આવે છે જે 3840 x 2160 પિક્સેલનું સ્ક્રીન રિઝોલ્યુશન, 120Hz રિફ્રેશ રેટ અને 120Hz MEMC આપે છે. 178-ડિગ્રી વ્યુઇંગ એંગલ અને DCI-P3 94% કલર ગૈમિટ માટે પણ સપોર્ટ છે. સ્માર્ટ ટીવી Cortex-A73 ક્વાડ-કોર CPU અને Mali-G52 MC1 GPU દ્વારા સંચાલિત છે, જેમાં 3GB RAM અને 32GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. તે ડાબી અને જમણી ચેનલોમાં બે 12.5W સ્પીકર્સથી પણ સજ્જ છે.

પહેલાં 25 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવતું હતું નવું વર્ષ, જાણો કેમ તારીખમાં થયો ફેરફાર, 1 જાન્યુઆરી બની ગયું New Year

Redmi Smart TV X 2022 Other Features
ઈન્ટરફેસ માટે, Redmi Smart TV X 2022 બે HDMI 2.0 (eARC), એક HDMI 2.1 પોર્ટ (4K 120Hz), એક AV, એક ATV/DTMB, બે USB, એક S/PDIF, એક RJ-45થી સજ્જ છે.  અને દૂરથી અવાજ પહોંચડવામાં સમક્ષ બનાવવા માટે ચાર માઇક છે. 

પહેલાં જ લોન્ચ કરવામાં આવ્યા છે બે મોડલ
આ પહેલાં કંપનીએ લાઇનઅપમાં બે મૉડલ લોન્ચ કર્યા હતા, જેમાં 65-ઇંચ ડિસ્પ્લે અને 55-ઇંચ ડિસ્પ્લેનો સમાવેશ થાય છે, જે લગભગ સમાન સુવિધાઓથી ભરપૂર છે. આ બંને મોડલ પહેલેથી જ ચીનના બજારમાં ખરીદી માટે ઉપલબ્ધ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More