Home> Technology
Advertisement
Prev
Next

Redmi ની સૌથી સસ્તી સ્માર્ટવોચ થઈ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Redmi Watch 3 Active ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. આ Redmiની નવી સ્માર્ટવોચ છે. આ સ્માર્ટવોચમાં બ્લૂટૂથ કૉલિંગ સપોર્ટ સાથે 1.83-ઇંચની મોટી ડિસ્પ્લે છે. તેની કિંમત પણ ઓછી રાખવામાં આવી છે. આવો જાણીએ સ્માર્ટવોચના બાકીના ફીચર્સ.
 

Redmi ની સૌથી સસ્તી સ્માર્ટવોચ થઈ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Redmi Watch 3 Activeની કિંમત 2,999 રૂપિયા રાખવામાં આવી છે. તેને પ્લેટિનમ ગ્રે અને ચારકોલ બ્લેકના બે કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ગ્રાહકોને ઓલિવ સ્ટ્રેપ ખરીદવાની તક પણ મળશે, જેની કિંમત 499 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ નવી સ્માર્ટવોચનું વેચાણ 3 ઓગસ્ટે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. ગ્રાહકો તેને Xiaomiની વેબસાઇટ અને Xiaomi રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકશે. 

fallbacks

Redmi Watch 3 Activeમાં 450 nits બ્રાઇટનેસ અને 240×280 પિક્સેલ રિઝોલ્યુશન સાથે 1.83-ઇંચની LCD ડિસ્પ્લે છે. કનેક્ટિવિટી માટે તેમાં બ્લૂટૂથ 5.3 સપોર્ટ આપવામાં આવ્યો છે.

fallbacks

આ સ્માર્ટવોચમાં બ્લૂટૂથ કૉલિંગ પણ સપોર્ટ કરે છે. આ માટે સ્માર્ટવોચમાં જ ઇનબિલ્ટ માઇક અને સ્પીકર છે. યુઝર્સ ઘડિયાળમાં 10 કોન્ટેક્ટ સેવ કરી શકે છે. તેમજ તમે 20 એન્ટ્રી સુધી કોલ લોગ પણ ચેક કરી શકો છો.

Redmi Watch 3 Activeમાં 100 થી વધુ સ્પોર્ટ્સ મોડ આપવામાં આવ્યા છે. તેમજ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમાં સ્લીપ મોનિટર, બ્લડ ઓક્સિજન સેન્સર અને હાર્ટ રેટ મોનિટર જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

આ નવી સ્માર્ટવોચમાં 200 કસ્ટમાઈઝેબલ વોચ ફેસ પણ આપવામાં આવ્યા છે. આ ઘડિયાળની બેટરી 289mAh છે અને કંપનીનો દાવો છે કે તે નિયમિત ઉપયોગ સાથે એક વાર ચાર્જ કરવા પર 12 દિવસ સુધી ચાલી શકે છે. તે 5ATM વોટર રેઝિસ્ટન્ટ પણ છે.

આ પણ વાંચો:
INDIA ગઠબંધનને મોટો ઝટકો આપવાના છે આ દિગ્ગજ નેતા? PM મોદીનું કરશે સન્માન
અંબાલાલની વધુ એક આગાહી : ચોમાસાના ચોથા રાઉન્ડ માટે તૈયાર રહો, હવે આ જિલ્લાઓનો વારો

વક્રી શુક્ર 3 રાશિના લોકોને કરાવશે આર્થિક લાભ, 4 સપ્ટેમ્બર સુધી મળશે ભાગ્યનો સાથ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More