Home> Technology
Advertisement
Prev
Next

28 દિવસથી લઈને 336 દિવસ સુધીની વેલિડિટી, Jio ના સૌથી સસ્તા પ્લાન

આ પ્લાન Jio ના વેલ્યૂ પ્લાન છે. જીયોના આ પ્લાન 129 રૂપિયા, 329 રૂપિયા અને 1299 રૂપિયાનો છે. તેમાંથી બે રિચાર્જ પ્લાન એવા છે, જેમાં દરરોજ 4 રૂપિયાથી ઓછો ખર્ચ આવે છે. 

28 દિવસથી લઈને 336 દિવસ સુધીની વેલિડિટી, Jio ના સૌથી સસ્તા પ્લાન

નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો (Reliance Jio) ની પાસે 3 ખુબ સસ્તા પ્લાન છે. આ પ્લાન Jio ના વેલ્યૂ પ્લાન છે. જીયોના આ પ્લાન 129 રૂપિયા, 329 રૂપિયા અને 1299 રૂપિયાનો છે. તેમાંથી બે રિચાર્જ પ્લાન એવા છે, જેમાં દરરોજ 4 રૂપિયાથી ઓછો ખર્ચ આવે છે. જો તમારે ડેટાની જરૂર નથી તો આ રિચાર્જ તમારા માટે ફાયદાકારક છે. તો આવો જાણીએ જીયોના આ વેલ્યૂ રિચાર્જમાં યૂઝર્સને ક્યા-ક્યા ફાયદા મળે છે. 

fallbacks

11 મહિનાની વેલિડિટીવાળો પ્લાન, દરરોજનો ખર્ચ 3.86 રૂપિયા
રિલાયન્સ જીયોની પાસે 1299 રૂપિયાવાળો સસ્તો પ્લાન છે. આ પ્લાનમાં 336 દિવસ (11 મહિના) ની વેલિડિટી મળે છે. પ્લાનમાં 24જીબી ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં દરરોજનો ખર્ચ 3.86 રૂપિયા આવે છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. પ્લાનમાં 3600 SMS મોકલવાની સુવિધા મળે છે, સાથે જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. 

આ પણ વાંચોઃ Telecom New Rule: બદલાઇ ગયા તમારા મોબાઇલ સિમ કાર્ડ સાથે સંકળાયેલા નિયમ, ફટાફટ જાણી લો 

84 દિવસની વેલિડિટીવાળો પ્લાન, દરરોજનો ખર્ચ 3.91 રૂપિયા
જીયોના 329 રૂપિયાવાળા વેલ્યૂ પ્લાનમાં યૂઝર્સને 84 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં  6GB ડેટા આપવામાં આવે છે. આ પ્લાનનો દરરોજનો ખર્ચ 3.91 રૂપિયા પડે છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. પ્લાનમાં 1000 SMS મોકલવાની સુવિધા મળે છે. આ સિવાય પ્લાનમાં જીયો એપ્સનું સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. 

28 દિવસની વેલિડિટીવાળો પ્લાન, દરરોજનો ખર્ચ 4.6 રૂપિયા
રિલાયન્સ જીયોની પાસે 129 રૂપિયાવાળો સસ્તો પ્લાન છે. આ પ્લાનમાં યૂઝર્સને 28 વેલિડિટી મળે છે. પ્લાનમાં 2જીબી ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં દરરોજનો ખર્ચ 4.60 રૂપિયા મળે છે. પ્લાનમાં કોઈપણ નંબર પર ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. આ સાથે 300SMS ની સાથે જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More