Home> Technology
Advertisement
Prev
Next

રિલાયન્સ જિયોનો સૌથી નવો પ્લાન, 1 વર્ષની વેલિડિટી, 912 જીબી ડેટા અને OTT એપ્સ ફ્રી

Reliance Jio : દેશની દિગ્ગજ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ 3333 રૂપિયાવાળો નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યૂઝર્સને 365 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. 

રિલાયન્સ જિયોનો સૌથી નવો પ્લાન, 1 વર્ષની વેલિડિટી, 912 જીબી ડેટા અને OTT એપ્સ ફ્રી

Reliance Jio Plan : રિલાયન્સ જિયો યૂઝર્સની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. જિયો પોતાના યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે નવા-નવા પ્લાન લોન્ચ કરતી રહે છે. જેમાં ડેટા, ઓટીટી અને કોલિંગ પ્લાન સામેલ છે. રિલાયન્સ જિયોએ તાજેતરમાં 3333 રૂપિયાવાળો નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં 900 જીબીથી વધુ ડેટા મળે છે. આ સિવાય ઓટીટી એપ ફેનકોડનું એક્સેસ પણ આપવામાં આવે છે. જાણો જિયોના નવા પ્લાન વિશે...

fallbacks

3333 રૂપિયાવાળો રિલાયન્સ જિયોનો પ્લાન
રિલાયન્સ જિયોનો 3333 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. જિયોના આ રિચાર્જ પેકમાં દરરોજ 2.5 જીબી ડેટા આપવામાં આવે છે. એટલે કે વેલિડિટી દરમિયાન કુલ 912.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. દરરોજ મળનાર ડેટાની લિમિટ પૂરી થયા બાદ ઈન્ટરનેટની સ્પિડ ઘટી જશે. 

આ પણ વાંચોઃ Wifi Router 24 કલાક ON રાખતા હો તો ગેરફાયદા પણ જાણી લેજો, ઘરમાં બિમારીઓ આવશે

જિયોના આ પ્લાનમાં યૂઝર્સને દેશભરના દરેક નેટવર્ક પર અનલિમિેડ કોલિંગનો ફાયદો આપવામાં આવે છે. આ સિવાય દરરોજ 100 એસએમએસનો લાભ પણ મળશે. 

રિલાયન્સ જિયો ગ્રાહકોને આ પ્લાનમાં ફેનકોડ ઓટીટીનું ફ્રી સબ્સક્રિપ્શન આપી રહ્યું છે. આ સિવાય જિયોસિનેમા, જિયોટીવી અને જિયો ક્લાઉડનું સબ્સક્રિપ્શન ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે. જિયોના આ પ્લાનમાં અન્ય બેનિફિટ્સ પણ મળે છે. જો યૂઝર્સ 5જી નેટવર્ક પર છે તો તેને અનલિમિટેડ 5જી ડેટા આપવામાં આવી રહ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More