નવી દિલ્હીઃ ટેલિકોમ સેક્ટરમાં આવનારા દિવસોમાં ટેરિફ પ્લાનની કિંમતમાં વધારો થવાની ભરપૂર સંભાવના છે. આ પહેલા ડિસેમ્બર 2021માં ટેરિફ પ્લાનની કિંમત વધી હતી. તેવામાં ઘણો સમય પસાર થઈ ગયો છે. પરંતુ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયાના પ્લાનમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. તેવામાં ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ દાવો કરી રહ્યાં છે કે આવનારા કેટલાક મહિનામાં જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા પોતાના પ્રીપેડ અને પોસ્ટપેડ રિચાર્જ પ્લાનમાં વધારો કરી શકે છે.
2 સિમ કાર્ડ રાખનારની વધશે મુશ્કેલી
જો તમે પણ ફોનમાં બે કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારી મુશ્કેલી વધી શકે છે. કારણ કે હવે બીજું સિમ એક્ટિવ રાખવા માટે વધુ કિંમત ચુકવવી પડી શકે છે. નોંધનીય છે કે વર્તમાન સમયમાં જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયાના સિમને એક્ટિવેટ રાખવા માટે ઓછામાં ઓછા 150 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડે છે. પરંતુ ટેરિફમાં વધારા બાદ સિમ એક્ટિવેટ રાખવા માટે 150ની જગ્યાએ 180થી લઈને 200 રૂપિયા સુધી આપવા પડી શકે છે. સીધો મતલબ છે કે જો તમે બે સિમનો ઉપયોગ કરો છો તો તમારે ઓછામાં ઓછા 400 રૂપિયા મહિને એટલે કે 28 દિવસનું રિચાર્જ કરાવવું પડશે.
આ પણ વાંચોઃ 5 લાખથી ઓછી કિંમતની બેસ્ટ કાર, 33 Km સુધી માઇલેજની સાથે મળશે દમદાર ફીચર્સ
કયાં પ્લાનની વધશે કિંમત
જો તમે મંથલી 300 રૂપિયાનું રિચાર્જ કરાવો છો તો ટેરિફમાં વધારા બાદ તમારે મહિને આશરે 75 રૂપિયા વધુ આપવા પડશે. જો તમે મહિને 500 રૂપિયાનું રિચાર્જ કરાવો છો તો તમારે 125 રૂપિયા એક્સ્ટ્રા આપવા પડશે.
મહિનાનો ખર્ચ વધશે
રિલાયન્સ જિયો, એરટેલ તરફથી જલ્દી 5જી રિચાર્જ પ્લાન લોન્ચ કરી શકાય છે, જે અત્યારે ફ્રી મળી રહ્યો છે. તેવામાં જો તમે એક સિમ 5G અને એક સિમ 4જી રાખો છો તો તમારો મહિનાનો ખર્ચ 50 ટકા જેટલો વધી શકે છે, કારણ કે 5G પ્લાનની કિંમત 4જીના મુકાબલે વધુ હશે. સાથે 4G પ્લાનની કિંમતમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે