Home> Technology
Advertisement
Prev
Next

મહિને માત્ર 124 રૂપિયાનો ખર્ચ, 365 દિવસની વેલિડિટી સાથે મળશે ડેટા અને કોલિંગનો ફાયદો, જાણો વિગત

નેટવર્ક પ્રોવાઇડર કંપનીઓ Reliance Jio, Airtel અને Vodafone Idea પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે એકથી એક સારા પ્લાનની ઓફર આપે છે. જો તમે એક વર્ષની વેલિડિટી પ્લાન લેવા ઈચ્છો છો તો કંઈક આ પ્રકારે છે. 

મહિને માત્ર 124 રૂપિયાનો ખર્ચ, 365 દિવસની વેલિડિટી સાથે મળશે ડેટા અને કોલિંગનો ફાયદો, જાણો વિગત

નવી દિલ્હીઃ દેશની દિગ્ગજ નેટવર્ક પ્રોવાઇડર કંપનીઓ Reliance Jio, Airtel અને Vodafone Idea પોતાના ગ્રાહકોને એકથી એક સારા પ્લાનની ઓફર કરે છે. જો તમે પણ આવો કોઈ પ્લાન ખરીદવા ઈચ્છો છો, જેમાં તમને દર મહિને રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી છુટકારો મળી જાય તો અમે તમને આ કંપનીઓના એક વર્ષની વેલિડિટીવાળા પ્લાનની વિગતો આપીશું. સૌથી મોટી વાત છે કે આ પ્લાન મહિનાવાળા પ્લાન કરતા ખુબ સસ્તા પડે છે, કારણ કે તેમાં તમારે એકવારમાં પૈસા આપવા પડે છે અને દર મહિને રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જાય છે. અહીં તમે ખુદ નક્કી કરી શકો છો તમારા માટે ક્યો પ્લાન સારો છે. 

fallbacks

એરટેલના 1498 રૂપિયાવાળો પ્લાન
સૌથી પહેલા વાત કરીએ એરટેલના એક વર્ષ એટલે કે 365 દિવસની વેલિડિટીવાળા 1498 રૂપિયાના પ્લાન વિશે. આ પ્લાનનું રિચાર્જ કરાવવા પર તમને મહિનાનો ખર્ચ 124.8 રૂપિયા આપશે. એરટેલના આ પ્લાનમાં 24 જીબી ડેટા મળે છે. એરટેલના આ રિચાર્જ પ્લાનમાં દેશભરમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. પ્લાનમાં 3600 SMS મળે છે અને 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. યૂઝર્સને એરટેલ એક્સટ્રીમ એપ પ્રીમિયમ, ફ્રી હેલોટ્યૂન્સ, અનલિમિટેડ ડાઉનલોડની સાથે વિંક મ્યૂઝિકનું સબ્સક્રિપ્શન મળે છે. 

આ પણ વાંચોઃ આવી રહ્યો છે દમદાર ફીચર્સ સાથે Xiaomi Redmi 10 Prime સ્માર્ટફોન, આ તારીખે થશે લોન્ચ

જીયોનો એક વર્ષનો પ્લાન, 24જીબી ડેટા
રિલાયન્સ જીયોનો 1299 રૂપિયાનો પ્લાન સૌથી સારો છે. જીયોના આ પ્લાનમાં 336 દિવસની વેલિડિટી (11 મહિના) મળે છે. આ પ્લાનમાં મહિનાનો ખર્ચ 118 રૂપિયા આવે છે. તેમાં 24 જીબી ડેટા મળે છે, ડેટા લિમિટ પૂરી થયા બાદ તેની સ્પીડ  64 Kbps સુધી રહી જાય છે. આ રિચાર્જ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગની સુવિધા પણ મળે છે. પ્લાનમાં  3,600 SMS મળે છે. આ સાથે જીયો યૂઝર્સને JioTV, JioCinema, JioSaavn જેવી જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 

વોડાફોન-આઈડિયાનો વાર્ષિક પ્લાન
તો Vodafone Idea ની પાસે પણ એક વર્ષ ચાલનારો સસ્તો પ્લાન છે. આ પ્લાન 1499 રૂપિયાનો છે. આ પ્લાનમાં 365 દિવસની વેલિડિટી મળે છે. એટલે કે એક મહિનાનો ખર્ચ 124.91 રૂપિયા આવે છે. વોડાફોન-આઈડિયા  (Vi) ના 1499 રૂપિયાના પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, 3600 એસએમએસ અને 24 જીબી ડેટા મળે છે. એરટેલની જેમ વોડાફોન-આઈડિયા પણ અનલિમિટેડ કોલિંગનો લાભ આપી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More