Home> Technology
Advertisement
Prev
Next

ફરી આવી ગયો Reliance Jio નો સસ્તો પ્લાન, અનલિમિટેડ કોલિંગ-ડેટાની સાથે મળશે અનેક ફાયદા

રિલાયન્સ જિયોએ પોતાના પ્રીપેડ પ્લાનના લિસ્ટમાં 499 રૂપિયાના પ્લાનને જોડ્યો છે. 499 રૂપિયાનો પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે અને તેની સાથે દરરોજ 2જીબી ડેટા મળે છે. 

ફરી આવી ગયો Reliance Jio નો સસ્તો પ્લાન, અનલિમિટેડ કોલિંગ-ડેટાની સાથે મળશે અનેક ફાયદા

નવી દિલ્હીઃ ટેરિફમાં વધારા બાદ રિલાયન્સ જિયો (Reliance Jio) એ ઘણા પ્લાન્સને પોતાના પોર્ટફોલિયોમાં એડ કર્યા તો કેટલાક પ્લાનને હટાવી દીધા હતા. હવે યૂઝર્સની જરૂરીયાતને ધ્યાનમાં રાખતા જિયોએ પોતાના વધુ ઇન્ટરનેટવાળા પ્લાનને રી-લોન્ચ કર્યો છે. ટેલિકોમ ટોકના રિપોર્ટ પ્રમાણે જિયો 499 રૂપિયાનો પ્લાન પરત લાવ્યું છે. આ પ્લાન દરરોજ 2જીબી ડેટા અને ઓટીટી પ્લેટફોર્મના સબ્સક્રિપ્શન સાથે આવે છે. આવો તમને આ પ્લાનના ફાયદા વિશે માહિતી આપીએ. 

fallbacks

Disney+ Hotstar ની સાથે આવે છે 499 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોએ પોતાના પ્રીપેડ પ્લાનના લિસ્ટમાં 499 રૂપિયાના પ્લાનને જોડ્યો છે. 499 રૂપિયાનો પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે અને તેની સાથે દરરોજ 2જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોયસ કોલ અને દરરોજ 100 એસએમએસ પણ મળે છે. આ પ્લાનની સાથે નવા યૂઝર્સને જિયો પ્રાઇમ મેમ્બરશિપનું સબ્સક્રિપ્શન પણ મળે છે. તો દરરોજ બે જીબી ડેટા ખતમ થયા બાદ સ્પીડ 64 કેબીપીએસની થઈ જાય છે. 

આ સિવાય પ્રીપેડ પ્લાન  Disney+ Hotstar ના એક્સેસ સાથે આવે છે. આ પ્લાનની સાથે યૂઝર્સોને કોઈ એક્સ્ટ્રા ચાર્જ વગર ઓટીટી પ્લેટફોર્મ ડિઝ્ની+હોટસ્ટારનું એક વર્ષનું સબ્સક્રિપ્શન મળે છે. આ પ્લાનમાં જિયો એપ્સનું પણ ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. 

આ પણ વાંચોઃ દમદાર બેટરી અને શાનદાર કેમેરા સાથે લોન્ચ થયો  Xiaomi 11i 5G, જાણો કિંમત અને ખાસિયત

Reliance Jio નો આ પ્લાન Disney+ Hotstar ની સાથે આવે છે
601 રૂપિયાઃ રિલાયન્ય જિયો 601 રૂપિયામાં ઓટીટી એક્સેસની સાથે વધુ એક પ્રીપેડ પ્લાન રજૂ કરે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે અને અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 3જીબી ડેટા આપવામાં આવે છે. દરરોજ ત્રણ જીબી ડેટાની સાથે વધારાનો છ જીબી ડેટા પણ મળે છે. જીયોના આ પ્લાનમાં ડિઝ્ની+હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્સન મળે છે, જેની કિંમત 499 રૂપિયા છે. 

799 રૂપિયા: ડિઝ્ની+હોટસ્ટાર સબ્સક્રિપ્શન સાથે આવનાર બીજો પ્લાન 799 રૂપિયાનો છે. ટેરિફમાં વધારા પહેલાં આ પ્લાન 666 રૂપિયાનો હતો, આ પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા મળે છે. તેની વેલિડિટી 56 દિવસની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More