નવી દિલ્હીઃ Reliance Jio Cheapest Plan of Rupees 155: રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકો માટે ઘણા સસ્તા પ્રીપેડ પ્લાન રિચાર્જ લઈને આવ્યું છે. અમે અહીં તમને રિલાયન્સ જિયોના 155 રૂપિયાના પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ. આ પ્લાન જિયોના સસ્તા પ્લાનમાં સામેલ છે. આ પ્લાન તે ગ્રાહકો માટે છે જે મહિના માટે સસ્તો પ્લાન શોધી રહ્યાં છે. જિયોનો 155 રૂપિયાનો પ્લાન યૂઝર્સ My Jio એપથી ખરીદી શકે છે.
રિલાયન્સ જિયોનો 155 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોના 155 રૂપિયાના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી યૂઝર્સને મળે છે. ગ્રાહકોને 155 રૂપિયામાં 28 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. આ પ્લાનમાં તમને 28 દિવસ માટે 2જીબી ડેટા મળશે. એટલે કે કુલ 56 જીબી ડેટા મળશે.
આ પણ વાંચોઃ વાહનનો વીમો લેતા પહેલાં આટલું ધ્યાન રાખો, નહીં તો તમારા ખિસ્સા ખંખેરી એજન્ટ કમાઈ જશે
આ પ્લાનના ફાયદા
જ્યારે આ પ્લાનનો ડેટા પૂરો થઈ જશે તો ઈન્ટરનેટ ચાલુ રહેશે પરંતુ તેની સ્પીડ ઘટી જશે. ડેટા પૂરો થયા બાદ પણ તમને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળતી રહેશે. આ પ્લાનમાં યૂઝર્સને 300 એસએમએસ મળે છે. જિયોનો આ પ્લાન તમે માય જિયો એપ પરથી ખરીદી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે