Home> Technology
Advertisement
Prev
Next

Reliance Jio ની શાનદાર ઓફર, માત્ર 299 રૂપિયામાં મળશે 399 રૂપિયાનો રિચાર્જ પ્લાન, જાણો વિગત

Reliance Jio એ હાલમાં નવું નોટિફિકેશન જારી કર્યું છે, જેમાં 399 રૂપિયાનું રિચાર્જ માત્ર 299 રૂપિયામાં આપવાની જાહેરાત કરી છે. તમે કંપનીની આ શરતો પૂરી કરી તેનો લાભ લઈ શકો છો. 

Reliance Jio ની શાનદાર ઓફર, માત્ર 299 રૂપિયામાં મળશે 399 રૂપિયાનો રિચાર્જ પ્લાન, જાણો વિગત

નવી દિલ્હીઃ દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની રિલાયન્સ જીયો (Reliance Jio) એ રક્ષાબંધન પહેલા પોતાના ગ્રાહકોને ભેટ આપતા મોટી જાહેરાત કરી છે. તે પ્રમાણે 399 રૂપિયાવાળા પ્રીપેડ રિચાર્જ પ્લાન  (Prepaid Rechrge Plan) ની કિંમત ઘટાડીને 299 રૂપિયા કરી દેવામાં આવી છે. આવો આ વિશે વિગત મેળવીએ. 

fallbacks

299માં મળશે 399 રૂપિયાનો પ્લાન
કંપનીની સત્તાવાર વેબસાઇટ પ્રમાણે જો કોઈપણ જીયો યૂઝર પોતાના નંબર પર 399 કે તેનાથી વધુ કિંમતનો પ્રીપેડ પ્લાન એક્ટિવ કરાવે છે તો તેને 100 રૂપિયાનું ફ્લેટ કેશબેક (Cashback) મળશે. આ હિસાબે જોવામાં આવે તો 399 રૂપિયાનો પ્લાન કેશબેક બાદ ગ્રાહકોને માત્ર 299 રૂપિયામાં મળશે. આ ઓફરનો લાભ લેવા માટે તમારે MyJio કે પછી  jio.com પર જઈને Mobikwik દ્વારા પેમેન્ટ કરવું પડશે. 

આ પણ વાંચોઃ Oppo ના આ ફોન પર Jio ની શાનદાર ઓફર, મળી રહ્યો છે 7 હજારનો બેનિફિટ

તમને કઈ રીતે મળશે કેશબેક?
સૌથી પહેલા તમારે સૌથી પહેલા કંપનીની સત્તાવાર વેબસાઇટ jio.com પર જવું પડશે. અહીં નીચેની તરફ તમને પાર્ટનર ઓફર્સ લખેલી જોવા મળશે. તમે તેના પર ક્લિક કરશો તો તમને સૌથી ઉપર બ્રાન્ડ પાર્ટનર, રિટેલ પાર્ટનરની સાથે   Recharge Partners લખેલું જોવા મળશે, તેના પર ક્લિક કરો. રિચાર્જ પાર્ટનર પર ક્લિક કરશો તો તમને ઓફર્સનું લિસ્ટ જોવા મળશે. નીચે સ્ક્રોક કરશો તો તમને Mobikwik Recharge Offer જોવા મળશે. 

Jio ની લિમિટેડ પીરિયડ ઓફર
ધ્યાન આપવા જેવી વાત છે કે જીયોની આ ઓફર લિમિટેડ ટાઇમ માટે છે. ઓફિસિયલ નોટિફિકેશન અનુસાર 100 રૂપિયાનું કેશબેક માત્ર 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ વચ્ચે રિચાર્જ કરાવનાર ગ્રાહકોને મળશે. આ ઓફરનો લાભ માત્ર એકવાર ઉઠાવી શકાય છે. ધ્યાન રાખવા જેવી વાત છે કે આ ઓફર નવા Mobikwik યૂઝર્સ માટે છે. જો કોઈ પહેલાથી આ એપનો ઉપયોગ કરે છે તો તેને ઓફરનો લાભ મળશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More