Home> Technology
Advertisement
Prev
Next

TRAI: 4G Download Speed માં Jio સૌથી ફાસ્ટ, અપલોડમાં Vodafone Idea એ બાજી મારી

ટ્રાયના અનુસાર વોડાફોન આઇડિયાની મેમાં સરેરાશ અપલોડ સ્પીડ 6.3 એમબીપીએસ હતી. ત્યારબાદ રિલાયન્સ જિયોની અપલોડ સ્પીડ 4.2 એમબીપીએસ અને ભારતેય એરટેલની 3.6 એમબીપીએસ રહી.

TRAI: 4G Download Speed માં Jio સૌથી ફાસ્ટ, અપલોડમાં Vodafone Idea એ બાજી મારી

નવી દિલ્હી: ટેલીકોમ રેગુલેટર (TRAI) ના તાજા આંકડા અનુસાર મે મહિનામાં રિલાયન્સ જિયો (Reliance Jio) 4G સેક્શનમાં 20.7 મેગાબિટ પ્રતિ સેકન્ડ (MBPS) એવરેઝ ડાઉનલોડ સ્પીડ (Download Speed) ની સાથે ટોચ પર રહી. જ્યારે 6.7 MBPS Deta Speed ની સાથ અપલોડ સેક્શનમાં વોડાફોન આઇડિયા (VI) આગળ રહી. 

fallbacks

VI કરતાં Jio ની સ્પીડ 3 ગણી વધારે
આંકડા અનુસાર આ દરમિયાન રિલાયન્સ જિયો  4G (Reliance Jio 4G) નેટવર્કની સ્પીડમાં સામાન્ય વધારો થયો, પરંતુ આ કોમ્પટીટર વોડાફોન આઇડિયા (VI) ના મુકાબલે ત્રણ ગણી વધારે હતી. વોડાફોન આઇડિયા (vodafone idea) ની એવરેજ ડાઉનલોડ સ્પીડ  6.3 MBPS  હતી. વોડાફોન અને આઇડિયાના ઓગસ્ટ 2018 માં વિલય બાદ પહેલીવાર ટ્રાઇએ તેમની નેટવર્ક સ્પીડને ઉમેરી હતી.

Mahabharat Facts: ખૂબ જ પ્રચલિત છે કૌરવોના જન્મની કથા, તેમને ગણવામાં આવે છે First Test Tube Baby

એરટેલ ત્રીજા નંબર પર
ટેલીકોમ રેગુલેટર (TRAI) દ્વારા આઠ જૂનના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર એરટેલ (Airtel) ની એવરેજ સ્પીડ સૌથી ઓછી 4.7 MBPS હતી. ડાઉનલોડ સ્પીડ કંઝ્યૂમર્સને  Internet થી Content સુધી પહોંચવામાં મદદ કરે છે, જ્યારે અપલોડ સ્પીડ તેમને ફોટો અથવા વીડિયો શેર કરવામાં મદદ કરે છે. 

Online DL કઢાવવાનું વિચારી રહ્યા છો તો સાવધાન થઈ જજો, નહીતર RTO ના બદલે ખાવા પડશે પોલીસ સ્ટેશનના ધક્કા

BSNL ની સ્પીડ ચાર્ટમાં જ નથી
ટ્રાયના અનુસાર વોડાફોન આઇડિયાની મેમાં સરેરાશ અપલોડ સ્પીડ 6.3 એમબીપીએસ હતી. ત્યારબાદ રિલાયન્સ જિયોની અપલોડ સ્પીડ 4.2 એમબીપીએસ અને ભારતેય એરટેલની 3.6 એમબીપીએસ રહી. સરકારી કંપની બીએસએનએલએ સિલેક્ટેડ ક્ષેત્રોમાં 4જી સેવા શરૂ કરી છે પરંતુ તેની નેટવર્ક સ્પીડ ટ્રાઇના ચાર્ટમાં જ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More