Home> Technology
Advertisement
Prev
Next

Jio યૂઝર્સ માટે સારા સમાચાર, કંપનીએ લોન્ચ કર્યા નવા Jio Fiber પ્લાન, શરૂઆતી કિંમત માત્ર 399 રૂપિયા

Jio Fiber ના નવા પ્લાન્સ હેઠળ યૂઝર્સને 4K Setup Box​ પણ ફ્રી મળશે. આ પ્લાનની શરૂઆતી કિંમત 399 રૂપિયા છે અને તેમાં ઘણા અન્ય બેનિફિટ્સ પણ મળશે. 

Jio યૂઝર્સ માટે સારા સમાચાર, કંપનીએ લોન્ચ કર્યા નવા Jio Fiber પ્લાન, શરૂઆતી કિંમત માત્ર 399 રૂપિયા

નવી દિલ્હીઃ દેશની દિગ્ગજ ટેક કંપની  Reliance Jio એ પોતાના યૂઝર્સનો શાનદાર ભેટ આપતા  Fiber પોસ્ટપેડ પ્લાનની જાહેરાત કરી છે. કંપનીએ એક સાથે અનેક પ્લાન રજૂ કર્યાં છે અને તેની શરૂઆતી કિંમત 399 રૂપિયા છે. ઓછી કિંમતમાં આ Jio Fiber પોસ્ટપેડ પ્લાન્સની સાથે યૂઝર્સને ફ્રી 4K Setup Box​ પણ મળશે. સાથે ઇન્સ્ટોલેશન માટે પણ અલગથી ચાર્જ આપવો પડશે નહીં. કંપનીનું કહેવું છે કે આ નવા Jio Fiber પોસ્ટપેડ પ્લાન્સની સાથે યૂઝર્સને 1500 રૂપિયાની બચત થશે. આવો આ વિશે વિગતવાર જાણીએ. 

fallbacks

Jio Fiber પોસ્ટપેડ પ્લાનની સાથે બધુ ફ્રી
કંપનીએ જાહેરાત કરી છે કે જીયો ફાઇબર પોસ્ટપેડ પ્લાન્સની સાથે યૂઝર્સને ફ્રી રાઉટર મળશે. સાથે ઇન્સ્ટોલેશન પણ ફ્રી થશે અને તે માટે અલગથી ચાર્જ આપવાની જરૂર નછી. ફ્રી રાઉટર અને ઇન્સ્ટોલેશન બાદ યૂઝર્સને કુલ મળીને 1500 રૂપિયાની બચત થશે. તમારે માત્ર પ્લાનના પૈસા આપવા પડશે. અલગથી અન્ય કોઈ ચાર્જની ચુકવણી કરવાની થશે નહીં. 

આ પણ વાંચોઃ Jio યૂઝર્સને હવે મળશે મોટો ફાયદો, નવા 5 પ્લાન લોન્ચ, ડેટા લિમિટની ઝંઝટમાંથી મુક્તિ  

Jio Fiber પોસ્ટપેડ પ્લાનની કિંમત અને બેનિફિટ્સ
Jio Fiber પોસ્ટપેડ પ્લાનની શરૂઆતી કિંમત 399 રૂપિયા છે અને તેમાં યૂઝર્સને  30Mbps ડાઉનલોડ અને અપલોડ સ્પીડ મળશે. તો 699 રૂપિયાના પ્લાનમાં 100Mbps ની સુવિધા મળશે. જ્યારે 999 રૂપિયાના પ્લાનમાં 150Mbps અને 1499 રૂપિયાના પ્લાનમાં 300Mbps ની સ્પીડથી ડેટાનો લાભ લઈ શકાશે. Jio Fiber ના આ બધા પ્લાનમાં અપલોડ અને ડાઉનલોડ કરવાની સ્પીડ બરોબર હશે. 

આ રીતે ફ્રી મળશે Setup Box અને ઇન્સ્ટોલેશનનો લાભ
જીયો ફાઇબર પોસ્ટપેડ પ્લાન હેઠળ કંપની ફ્રી Setup Box અને ફ્રી ઇન્સ્ટોલેશનની સુવિધા પ્રદાન કરી રહી છે. પરંતુ તેનો લાભ તમે ત્યારે ઉઠાવી શકો છો જ્યારે ઓછામાં ઓછા 6 મહિનાની વેલિડિટી સાથે પ્લાન ખરીદો. મહત્વનું છે કે આ બધા પોસ્ટપેડ પ્લાન 17 જૂનથી લાગૂ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More