Home> Technology
Advertisement
Prev
Next

Reliance Jio: દિવાળી બાદ મુકેશ અંબાણીનો જોરદાર ધમાકો! 3 મહિના સુધી રોજ 2GB ડેટા, Free Netflix

મુકેશ અંબાણીની કંપની જિયોએ એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં તમને રોજ 2GB ડેટા મળશે. અનલિમિટેડ કોલ કરી શકો છો. સાથે નેટફ્લિક્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે. જાણો વધુ વિગતો.

Reliance Jio: દિવાળી બાદ મુકેશ અંબાણીનો જોરદાર ધમાકો! 3 મહિના સુધી રોજ 2GB ડેટા, Free Netflix

મુકેશ અંબાણીની કંપની જિયોએ એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. જેની કિંમત 1299 રૂપિયા છે. આ પ્લાનમાં તમને રોજ 2GB ડેટા મળશે. અનલિમિટેડ કોલ કરી શકો છો. સાથે નેટફ્લિક્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે. જિયોના 480 મિલિયન યૂઝર્સ આ પ્લાનને ખુબ પસંદ કરી રહ્યા છે. જાણો પ્લાન વિશે વધુ માહિતી...

fallbacks

Reliance Jio Rs 1299 Plan
રિલાયન્સ જિયોના 1299 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. તેમાં તમને રોજ 2જીબી ડેટા મળે છે. આ પ્લાનની  ખાસિયત એ છે કે તેમાં તમને 5જી ડેટા ઓફર કરાય છે. એટલે કે તમને શાનદાર સ્પીડ સાથે વધુ ડેટા મળે છે. આ ઉપરાંત અનલિમિટેડ કોલિંગ અને રોજ  100 SMS પણ મળે છે. 

અન્ય ફાયદા
આ પ્લાન સાથે નેટફ્લિક્સ મોબાઈલ સબસ્ક્રિપ્શન, જિયો ટીવી, જિયો સિનેમા, અને જિયો ક્લાઉડની સુવિધા પણ મળે છે. પરંતુ તમને જણાવી દઈએ કે જિયો સિનેમાનું સબસ્ક્રિપ્શન તેની સાથે નથી. જ્યારે ડેઈલી ડેટા લિમિટ પૂરી થયા બાદ ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 64kbps થઈ જશે. 

ટેલિકોમ કંપનીઓ વચ્ચે આકરી સ્પર્ધા જોવા મળી રહી છે. જિયોએ એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન પણ સામેલ છે. તેનાથી જિયો ફક્ત એક ટેલિકોમ કંપની જ નથી રહી પરંતુ હવે એક મનોરંજન કંપની પણ બની ગઈ છે. અંબાણીની આ રીત દર્શાવે છે કે ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને કેવી રીતે ખુશ રાખી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More